લુધિયાણા માં ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે પંજાબના લુધિયાણા ખાતેના  ગ્યાસપુર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે જેમાં ઝેરી ગેસ લીક થવાથી સ્થાનિક 11 લોકોના મૃત્યુ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા બાદ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે અને પ્રત્યેક મૃતકના પરિજનને રૂપિયા 11,000 પ્રમાણે કુલ રૂપિયા એક લાખ 21 હજારની સહાયતા રાશિ અર્પણ કરેલ છે.  
      પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને પરિવારજનોને દિલસોજી પાઠવી છે. રામકથાના પંજાબ સ્થિત શ્રોતા દ્વારા આ સહાયતાની રકમ પહોંચતી  કરવામાં આવી રહી છે.

Share This Article