નેપાળમાં આવેલા ભૂકંપ અને મેક્સિકોમાં વાવાઝોડા માં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મેક્સિકોમાં અચાનક ઓટિસ નામનું વાવાઝોડું આવ્યું હતું અને તેને કારણે બહુ મોટા પાયે જાનમાલની ખુવારી થવા પામી હતી, જેમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 48 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ઘટનામાં માર્યા  ગયેલા લોકોને પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી રહી છે. રામકથાના USA સ્થિત શ્રોતાઓ દ્વારા આ રાશિ રેડ ક્રોસ ને અર્પણ કરવામાં આવશે. જે કુલ મળીને રુપિયા ₹7,20,000 થાય છે. 

       ગઈકાલે પશ્ચિમ નેપાળના જાજરકોટ વિસ્તારમાં અચાનક વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેને કારણે અત્યારે પ્રાપ્ત અહેવાલો અનુસાર 157 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને ભારતીય ચલણ મુજબ પ્રત્યેક મૃતક ના પરિવારજનોને ₹11,000 લેખે કુલ મળીને ₹17,27,000 રુપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. દેશ-વિદેશના રામકથાના શ્રોતાઓના સહયોગ વડે આ રાશિ અર્પણ કરવામાં આવશે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ કુલ મળીને રુપિયા 24,47,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે  અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Share This Article