ગત બે દિવસ પહેલા વડોદરાનો એક પરિવાર કબીરવડ ખાતે દર્શન કરવા ગયો હતો અને પરત ફર્યો ત્યારે નેશનલ હાઈવે પર તરસાલી નજીક એક બંધ ઉભેલા ટ્રક પાછળ કાર ઘુસી જતા એક જ પરિવારના પાંચ સભ્યોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા હતા. આ પરિવારની એક ચાર વર્ષની દિકરીનો આબાદ બચાવ થયો હતો.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને દિકરીને ૭૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.