પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે લડાખ નજીક ભારતીય લશ્કરના જવાનોને લઈને જતું વાહન ખાઈમાં પડી જતાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તે કરુણ અકસ્માતમાં ભારતીય લશ્કરના ૯ જવાનો શહીદ થયા છે. પુજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પચ્ચીસ હજાર લેખે બે લાખ પચીસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે.
થોડા દિવસ પહેલાં આફ્રીકાના સેનેગલ પ્રદેશની એક મુસાફર બોટ આફ્રીકન ટાપુ કેમ્પ વર્ડે નજીક દુર્ઘટનાગ્રસ્ત થતાં ૬૦ લોકોનાં મોત થયા હતા. પુજ્ય મોરારિબાપુએ આફ્રિકામાં બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને કુલ મળીને રુપિયા છ લાખ સાંઈઠ હજારની સહાય અર્પણ કરી છે. એ રીતે માંગરોળના પરિવારની બોટ માધવપુરના સમુદ્રમાં ડૂબી જતાં બે ભાઈઓના મોત થયા છે. જોડીયા તાલુકામાં એક લશ્કરના જવાન શહીદ થયા છે. ધ્રોલના સતવારા સમાજના બે લોકોના મોત થયા છે. આ તમામ ઘટનાઓ માં મ્રુત્યુ પામેલાને મોરારિબાપુ તરફથી રુપિયા ૯,૮૦,૦૦૦ ની સહાય અર્પણ કરવામાં આવી છે જે રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. પુજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
લડાખમાં આર્મીના જવાનોને તેમજ આફ્રિકામાં મ્રુત્યુ પામેલાને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
