પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સાઉથ આફ્રિકામાં ગેસ લીકેજ થતાં ૧૬ લોકોનાં દુઃખદ અવસાન થયાં હતાં. પુજ્ય મોરારિબાપુ તરફથી આ ઘટનામાં માર્યા ગયેલાઓને પ્રત્યેકના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. કુલ મળીને રુપિયા બે લાખ ચાલીસ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે જે સાઉથ આફ્રિકાનાં ચલણમાં પરિવર્તિત કરી આપવામાં આવશે. ઝેરી નાઈટ્રેટ ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. આ દુઃખદ ઘટનમાં માર્યા ગયેલા લોકોનાં નિર્વાણ માટે પુજય બાપુએ પ્રાર્થના કરી છે અને તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
સાઉથ આફ્રિકા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે.
અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા, અહીં વાંચો સંપૂર્ણ કાર્યક્રમ
અમદાવાદ: 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના...
Read more