બે દિવસ પહેલા દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેકસમાં ભયાનક આગ લાગી હતી. એ દુર્ઘટનામાં 27 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પૂજ્ય બાપુએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સંવેદના રૂપે પ્રત્યેક વ્યક્તિના પરિવાજનોને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવા જણાવેલ છે. હાલમાં જેટલા લોકોની ઓળખ થઈ શકી છે એમના પરિવારજનોને દિલ્હી સ્થિત રામ કથાના શ્રોતા દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે. જેમ જેમ મૃતકોની ઓળખ થતી જશે તેમ તેમ બાકીની રકમ પણ તેમના પરિવારજનો સુધી પહોંચતી કરવામાં આવશે. આ સહાયની કુલ રકમ એક લાખ પાંત્રીસ હજાર જેટલી થવા જાય છે.
પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને દિલસોજી પાઠવેલ છે.
હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ
તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં...
Read more