
ગત દિવસો દરમ્યાન ઉતરાખંડમાં ટનેલ હેઠળ 41 લોકો દબાઈ ગયા હતા અને તેમને બચાવવા માટે પ્રયાસો થયા હતા. છેલ્લા 17 દિવસોથી આખો દેશ જે ક્ષણની રાહ જોતો હતો તે ક્ષણ આવી પહોંચી હતી. ઉતરાખંડમાં ટનેલમાંથી 41 કર્મચારીઓ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. આ ઘટનાને પૂજ્ય મોરારીબાપુએ પણ વધાવી લીધી છે. એમણે તમામ શ્રમિકો ને આશિષ આપ્યા છે. આ કર્મચારીઓ સલામત રીતે બહાર આવી જાય તે માટે સરકાર તરફથી જે પ્રયાસો થયા અને તેને પરિણામે આ 41 જીંદગી બચાવી લેવાઈ તે માટે સરકારને પણ પૂજ્ય મોરારીબાપુએ અભિનંદન પાઠવ્યા છે. મોત સામે ઝઝૂમતા આ હિંમતવાન એવા તમામ ૪૧ શ્રમિકોને મોરારિબાપુએ પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 6,15,000 ની શુભેચ્છા રાશી અર્પણ કરી છે. આ રકમ શ્રમિકોના બેંક એકાઉન્ટ માં પહોચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મજુરોના પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી છે.