મહારાષ્ટ્રના રાયગઢ અને જૂનાગઢ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દેશના અનેક રાજ્યો અતિવૃષ્ટિની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે.  કોઈ જગ્યાએ પુર છે તો કોઈ જગ્યાએ જમીન ધસી પડી છે અને એ સ્થિતિને કારણે સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
        તાજેતરમાં જ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ગામમાં પહાડીજમીન ધસી પડી હતી. આ પહાડ ધસી પડવાને કારણે તેની નીચેના વિસ્તારોમાં રહેતા 300થી વધુ લોકો ને અસર થવા પામી હતી અને અત્યાર સુધીમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 27 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પ્રત્યેકના પરિવારને ₹15,000 લેખે કુલ મળીને રૂપિયા ચાર લાખ પાંચ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ
 
પહોંચતી કરવામાં આવશે.
          આ જ પ્રમાણે જુનાગઢ શહેરમાં એક મકાન ઘસી પડતા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને એ પછીથી એ પરિવારની ઍક બહેનનું પણ મૃત્યુ થયું હતું.  ઉપરાંત એક વૃદ્ધનું પણ એ જ ઘટનામાં દબાઈ જતા મૃત્યુ થયું હતું.અને એક અન્ય વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આમ કુલ જૂનાગઢમાં કુલ મળીને છ અપ મૃત્યુ થયા હતા જેના પરિજનોને પણ પૂજ્ય બાપુ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રત્યેકના પરિવારને ₹15,000 લેખે કુલ રૂપિયા 90,000 ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. કુલ મળીને રૂપિયા ચાર લાખ પંચાણું હજારની સંવેદના રાશિ અર્પણ કરવામાં આવી છે.
તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને પરિવારજનોને દિલ સુધી પાઠવી છે.

Share This Article