જંત્રાખડી ધટના પુ..મોરારિબાપુએ વખોડી, દિકરીને ન્યાયનો અનુરોધ26-6ના રોજ જંત્રાખડીની મુલાકાતનો બાપુનો મનસુબોબદ્રિના

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં જંત્રાખડી ગામમાં એક કુમળી આઠ વર્ષની બાળા પર બનેલી દુષ્કર્મ,હત્યાની ઘટનાથી સમગ્ર ત્રિપાંખ સાધુ સમાજ સ્તબ્ધ થઇ ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તે માટેનો રોષ પ્રગટ કરવામાં આવી રહ્યોં છે.
      ત્રિપાંખ સાધુ સમાજની લાગણીને પ્રગટ કરતાં આજે પુ. મોરારીબાપુએ બદ્રીનાથની “માનસ વ્યાસગુફા” કથાના છઠ્ઠા દિવસે જણાવ્યું કે હું ઘણાં બધાં સમયથી લગભગ 12 તારીખથી યાત્રામાં છું.હાલ બદ્રીનાથ ખાતે કથામાં છું.તેથી મને હમણાં જ જાણ થઈ કે દશનામ સાધુ સમાજની દિકરી સાથે આવી ધટના ધટી.આવી નિર્મમ ઘટનાને કોઈ અસુરોએ અંજામ આપ્યો છે તેથી આ જાણીને ખૂબ દુઃખ થયું.હું તેથી વ્યથિત થયો છું.દશનામ ગોસ્વામી સાધુ સમાજના અગ્રણીઓ સાથે મેં મારી પીડા વ્યક્ત કરી જણાવ્યું છે કે આવા બનાવોમાં સખ્ત સજા થાય, દિકરીને જે તે સંબંધિત સંસ્થાઓ દ્વારા ન્યાય મળવો જોઈએ.પુ.બાપુએ ઉમેર્યું કે જો મૌસમ વગેરેની અનુકૂળતા રહેશે તો મારી ઈચ્છા છે કે કથા સમાપનના દિવસે તા.26-6 ને રવિવારે હું અહિંથી સીધો આ જંત્રાખડી ગામમાં આ દિકરીની સમાધિના દર્શને જઈશ.પુ.મોરારિબાપુએ ત્રિંપાખ સાધુ સમાજ ને સત્યમ શિવમ સુંદરમ્ કહ્યો છે.
    પુ.મોરારિબાપુએ ભોગ બનનાર દશનામ સાધુ સમાજના તે બાપુ સાથે ટેલીફોનીક વાત કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા.સમાજમા આવી ધટનાઓ માટે દુઃખ વ્યક્ત કરી બાપુએ પોતાનો કરુણા ભાવ પ્રગટ કર્યો.

Share This Article