થોડા દિવસોથી સમગ્ર ઉત્તરાખંડમાં તેમજ બિહાર,ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના રાજ્યોમાં અનુરાધાર વર્ષા થઇ રહી છે જે અતિવૃષ્ટિની સ્થિતિ પેદા કરે છે જેને પરિણામે જાનમાલની બહુ મોટી ખુવારી થવા પામી છે. ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કેટલી ઝડપથી આખું ગામ તબાહ થઈ ગયું હતું તેનો તાદૃશ અહેવાલ જોવા મળ્યો હતો.
થોડા દિવસ પહેલાં ઉતરકાશી જીલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ૫ થી વધુ લોકોના મોત નિપજયા હતા અને ગામની આસપાસ વ્યાપક રીતે તારાજી સર્જાઈ હતી જેનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ બનાવમાં હનુમંત સંવેદના રુપે મુખ્યમંત્રી રાહત ફંડ માં રુપિયા ૧,૧૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.