તારીખ ૧૪ ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી પ્રાપ્ત માહિતી અનુસાર 60 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. કિશ્તવાડ જીલ્લાના ચાસોટી ગામમાં એક મંદિર માં દર્શનાર્થે લોકો ઉમટી પડયા હતાં ત્યારે અચાનક જ વાદળ ફાટવાથી મોટાપાયે તબાહી મચી જવા પામી હતી. આ ઘટનામાં ૬૦ લોકો માર્યા ગયા છે અને ત્રણ મંદીરો તેમજ સરકારી મિલકતોને નુકસાન થયું છે. આ દરમિયાન પૂજ્ય મોરારીબાપુની રામકથા મોમ્બાસા આફ્રિકામાં ચાલતી હતી ત્યારે તેમને આ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯,૦૦,૦૦૦ નવ લાખની સહાય અર્પણ કરી છે. આ વિતિય સેવા કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા સી એમ રિલીફ ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.