મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃતકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Rudra
By Rudra 1 Min Read

ગત બે દિવસ પહેલા મુંબઈમાં એક બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. મળતી માહિતી મુજબ મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પરથી થોડા પ્રવાસીઓ બોટ દ્વારા એલિફનટા ગુફા તરફ જઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ ભારતીય નૌકાદળની એક સ્પીડ બોટ પ્રવાસીઓની બોટ સાથે અકસ્માતે અથડાઈ હતી. ભોગ બનેલી બંને બોટમાં ૬૦ જેટલા પ્રવાસીઓ પ્રવાસ કરતાં હતાં. આ અથડામણમાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ બે લાખ પચ્ચીસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા સેવા રૂપે આ રાશિ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Share This Article