ગઈકાલે રાત્રે ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા એક નાઈટ ક્લબમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૨૫ લોકો માર્યા ગયા છે. અરપોરાની નાઈટ ક્લબનાં રસોડામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગના ક્લબ કર્મચારીઓ હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ સૌના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
