બે દિવસ પહેલા હરિદ્વારમાં મંછાદેવી મંદિર તરફ જતા માર્ગમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ભાગદોડમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે તે ટ્રસ્ટ દ્વારા ઉતરા ખંડ મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે.
ગઈકાલે ઝારખંડમાં દેવધર ખાતે બિહાર તરફથી આવી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં ૫ કાવડિયા શ્રદ્ધાળુઓ નાં મોત નિપજયા છે. આ કરુણ બનાવમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી પૂજ્ય મોરારીબાપુએ રુપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. રામકથાના શ્રોતા દ્વારા આ વિતિય સેવા કરવામાં આવશે જે ઝારખંડ મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવી દેવામાં આવશે.
ત્રીજી ઘટનામાં જામનગર જિલ્લામાં ધ્રોલ નજીક વાંકિયા ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં દુઃખદ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ બાળકો પરતિ સંવેદના વ્યક્ત કરી તેમના પરિવારજનોને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. સૌના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.