અગસ્ત્ય મુનિ આશ્રમથી મોરારી બાપુએ રામકથા યાત્રાના બીજા દિવસની શરૂઆત કરી

Rudra
By Rudra 3 Min Read

રવિવારે મધ્યપ્રદેશનાં સતનાના અગત્સ્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારિ બાપુએ બીજા દિવસની કથાનો આરંભ કર્યો હતો. પૂજ્ય બાપુની આ 966મી રામકથા છે. આ કથાયાત્રા માત્ર ઐતિહાસિક જ નહીં પણ આધ્યાત્મિક અને વિશિષ્ટ પ્રકારની 11-દિવસની યાત્રામાં નવ દિવસ કથાનું નિયત અને નિયમિત રીતે ગાન થશે. ભગવાન રામના વનવાસ માર્ગને અનુસરણ કરતી અને ૪૧૧ જેટલા યાત્રીઓને સાથે લઈને ચાલતી આ કથા વિમાન અને ટ્રેન એમ બંને દ્વારા સાથે-સાથે ચાલશે. રામ વનવાસના આ નવ સ્થળો જેમાં, અત્રિ મુનિ આશ્રમ-ચિત્રકૂટથી શરૂ થઈને રામ ઉત્તરથી દક્ષિણ તરફ ચાલતા ગયા છે એ જ રસ્તે બાપુના કદમો પણ પગલાંઓ માંડશે. કથાનો રોજનો નિયમિત પ્રસારણ સમય (આસ્થા અને યુ-ટ્યુબ પર લાઇવ સવારે ૧૦થી૧:૩૦).

જન-જગત કલ્યાણ હેતુ 8000 કિલોમીટર લાંબી આ યાત્રાને બાપુ એક પ્રકારનું સમુદ્ર મંથન કહે છે. અત્યારે દુનિયામાં બધે જ મંથન થઈ રહ્યા, ચાલી રહ્યા છે એમાંથી દરેક વસ્તુ મળશે. ઝેર પણ નીકળશે જ એટલે કે કોઈ ટીકા કરશે એના છાંટા પણ ઉડશે પણ આનો હેતુ શુભ છે, લાભ નહીં. વિશ્વનું શુભ થાય એવું કોઈ અમૃત પ્રાપ્ત થાય, શાંતિની ઝંખના માટેની આ રામયાત્રા કદમ જહં જહં રખે રઘુરાઈ. જહાં જ્યાં કદમ પડે રઘુરાઈ એવું કહી શકાય.

11 દિવસની યાત્રામાં નવ દિવસ સુધી અલગ-અલગ જગ્યાએ કે, જ્યાં રામ વનગમન માટે જ્યાં-જ્યાં પોતાના કદમો રાખે છે અને નાનામાં નાના માણસ સુધી પહોંચે છે, એ રીતે બાપુ પણ પોતાની જીવનયાત્રામાં અતિ પામર કહેવાતા લોકો સુધી સામે ચાલીને પહોંચે છે, એને હૃદય સુધી ટાઢક મળે એ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહે છે.

ટ્રેન દ્વારા યાત્રા ખૂબ લાંબી હોવા છતાં પણ ખૂબ સગવડતા ભરી પણ છે. ૪૧૧ જેટલા શ્રોતાઓ સતત કથામાં સાથે રહેશે એ ઉપરાંત સ્થાનિક શ્રોતાઓ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ તો કોઇ દિવ્ય આ કથાને દોરી રહ્યું હોય એવા ભાસ સાથે બાપુને અલગ-અલગ પ્રકારના પ્રદેશોમાં પત્રકારો દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછીને આ કથાનો હેતુ વધુ ને વધુ સ્પષ્ટ થતો જાય છે.

આ કથા કુલ કથા ક્રમાંકની ૯૬૬મી રામકથા છે. આ કથાનાં મનોરથી પરિવાર તરીકે આમ તો હંમેશા હનુમાનજી અગ્રસ્થાને હોય છે પણ પોતાની સેવા દ્વારા મદનલાલ પાલીવાલ પરિવાર પણ વિશેષ મનોરથી છે. આશ્રમોમાં એક-એક દિવસની કથા સાથે વહેતી રહેશે અને એટલે જ આને મોબાઈલ રામયાત્રા કે મોબાઇલ કથા પણ કહી શકાય. તમને જણાવી દઈએ કે, દિવ્ય રામયાત્રા માટે ચારેકોરથી ઉમંગ ઉત્સાહ ઊભરાઇ રહ્યો છે.

Share This Article