ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર હિમાચલ પ્રદેશના સિરમૌર જીલ્લાના હરિપુરધાર વિસ્તારમાં એક ખાનગી બસ ખાઈમાં પડતાં ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવી છે.
આ સિવાય છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાલાલા પંથકમાં ત્રણ લોકોના અકસ્માતમાં મોત નિપજયા હતા અને જામનગરના લાલપુરમાં પણ ત્રણ લોકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે
