માળીયા હાટીના નજીક અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને મોરારિબાપુએ સહાય જાહેર કરી

Rudra
By Rudra 1 Min Read

અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં 7 લોકો માર્યા ગયા છે. કેશોદ નજીક ના ગામે રહેતા આશાસ્પદ યુવાનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં 7 યુવાનોના મોત નિપજયા હતા.

મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 1,15,000 લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. એ ઉપરાંત ગત સપ્તાહે ભાવનગરના એક યુવાનનું પણ અકસ્માતમાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા 1,20,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Share This Article