વિક્રમ ના લેન્ડિંગના મિનિટો પહેલા જ ઇસરોના મિશન કન્ટ્રોલમાં સન્નાટો છવાઇ ગયો હતો. થોડાક સમય પહેલા સુધી મિશન કન્ટ્રોલ રૂમમાં વાતાવરણ ખુબ રોમાંચક અને ઉત્સુક તેમજ ખુશીનુ હતુ. આશા એવી પ્રબળ રીતે મજબુત થઇ રહી હતી કે મુન મિશન તેના સ્થળ સુધી પહોંચી જશે. પરંતુ છેલ્લી ઘડીએ એવુ બન્યુ કે વિક્રમ ચન્દ્રને સ્પર્શ કરવાથી વંચિત રહી ગયુ હતુ. એ વખતે કેટલાક લોકોએ વિચાર્યુ હતુ કે થ્રસ્ટની કમીના કારણે આ સ્થિતી સર્જાઇ છે.
જો કે છેલ્લા પળમાં કેટલીક ઘટના બની હતી. ઇસરોના એક વૈજ્ઞાનિક માને છે કે લેન્ડિંગના સમય પર વધારે પ્રમાણમાં થ્રસ્ટના કારણે આ સમસ્યા સર્જાઇ ગઇ છે. ઇસરોના એક વૈજ્ઞાનિક કહ્યુ છે કે પહેલા અમે વિચારી રહ્યા હતા કે એક થ્રસ્ટરથી કમ થ્રસ્ટ મળવાના કારણે આવુ બન્યુ છે. પરંતુ કેટલાક પ્રાથમિક નિરપીક્ષણ કર્યા બાદ એવુ લાગુ રહ્યુ છે કે એક થ્રસ્ટર પર આશા કરતા પણ વધારે થ્રસ્ટ લગાવવામા આવતા આ સ્થિતી સર્જાઇ છે. થ્રસ્ટર શુ છે તે અંગે વૈજ્ઞાનિકો કહે છે કે એક થ્રસ્ટર કોઇ અંતરિક્ષ યાનમાં લાગેલા એક સ્મોલ રોકેટ એન્જિન હોય છે. તેની મદદથી સ્પેસક્રાફ્ટના ઉંડાણ માર્ગમાં ફેરફાર કરવામાં આવે છે. અથવા તો તેની ઉંચાઇ વધારે અથવા તો ઓછી કરવામાં આવે છે. એમ તો ઇસરોએ સામાન્ય રીતે ખુલાસો કરતા કહ્યુ છે કે ડેટામાં મુલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. જો કે એક વૈજ્ઞાનિકે કહ્યુ હતુ કે વિક્રમના લેગ્સને રફબ્રેકિંગ દરમિયાન હોરિજોન્ટલમાં રહેવાની જરૂર હતી.
ફાઇન બ્રેકિંગથી પહેલા લેન્ડિંગ સરફેસ પર વર્ટિકલ લાવવાની જરૂર હતી. એ વખતે થ્રસ્ટ જરૂર કરતા વધારે થઇ ગયુ હશે જેથી વિક્રમ પોતાના રસ્તાને ભટકીને અન્યત્ર જતુ રહ્યુ હતુ. આ સ્થિતી એવી જ પ્રકારની છે જ્યારે કોઇ કારને તેજ ગતિથી ચલાવવામાં આવ્યા બાદ એકાએક બ્રેક લગાવી દેવામાં આવે છે. જેથી બેલેન્સ બગડી જાય છે. ચન્દ્રથી ૩૦ કિલોમીટરના અંતર પર પોતાની સપાટી પરથી નીચે ઉતરતી વેળા વિક્રમે ૧૦ મિનિટ સુધી શાનદાર રફ બ્રેકિંગ હાંસલ કરી હતી. આનુ વેગ ૧૬૮૦ મીટર પ્રતિ સેકન્ડથી ૧૪૬ મીટર પ્રતિ સેકન્ડ થઇ ગયુ હતુ. ઇસરોના ટેલીમેન્ટ્રરી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક પર જોઇ શકાતુ હતુ કે વિક્રમ પોતાના નિર્ધારિત પથથી સહેજ હટી ગયુ હતુ. ત્યારબાદ સંપર્ક તુટી ગયો હતો. લેન્ડર સરળ રીતે ઉતરી રહ્યુ હતુ. લેન્ડરે સફળ રીતે રફ બ્રેકિંગ તબક્કાને પૂર્ણ કરવામાં સફળતા પણ મેળવી હતી.