અપરાધીઓ પર તવાઇ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લખનૌ  : ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અને યુવતિઓની સામે અપરાધ વધી રહ્યા છે ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ફરી એકવાર એક્શનમાં આવી ગયા છે. યોગી રોકેટગતિથી વધી રહેલા મહિલા અપરાધ પર અંકુશ મુકવા માટે આક્રમક મુડમાં આવી ગયા છે. અપરાધને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહી છે. અપરાધીઓ પર તવાઇની સાથે સાથે નીચે મુજબ છે
• મહિલા અપરાધને રોકવા માટે યોગી પોતે એક્શનમાં આવ્યા
• ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં હાલમાં મહિલા પર અત્યાચાર વધી રહ્યા છે
• યોગીએ તમામ પોલીસ અને સંબંધિત અધિકારીઓને મહિલા સામે હિંસાને રોકવા માટે કઠોર આદેશ આપ્યા
• સ્થિતીની માહિતી મેળવી લેવા ૪૨ વરિષ્ઠ આઇએએસ અધિકારીઓ ૧૫મી જુનથી ૭૫ જિલ્લામાં જશે
• પોતે પણ જિલ્લાઓની મુલાકાત લેશે
• અપરાધીઓ પર હવે તવાઇ વધારાશે
• એન્ટી રોમિયો ટીમને પ્રભાવી બનાવાશે
• સ્કુલ અને કોલેજ સંકુલની બહાર ટીમો ગોઠવી દેવાશે

Share This Article