વર્ષ ૨૦૧૮માં મોનસુનની સ્થિતી ખરાબ રહી : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વર્ષ ૨૦૧૮માં મોનસુનની સિઝનની શરૂઆત થઇ તે પહેલા મોનસુનને લઇને આશાસ્પદ આગાહી હવામાન વિભાગ અને ખાનગી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જા કે હવે મોનસુનની પૂર્ણાહુતિ થઇ છે ત્યારે તે ચિત્ર સપાટી પર આવ્યુછે તે મુજબ દેશના ૨૧ ટકા કરતા વધારે વિસ્તારમાં ડ્રાય સ્થિતી રહી છે. એટલે કે ઓછો વરસાદ અથવા તો નહીંવત જેવો વરસાદ થયો છે. દેશના ૨૧.૩૮ ટકા કરતા વધારે વિસ્તારમાં ડ્રાય સ્થિતી રહી છે. ચાર મહિનાની મોનસુનની સિઝનની પૂર્ણાહુતિ બાદ હવામાન વિભાગ દ્વારા જે આંકડા જારી કરવામાં આવ્યા છે તે ચિંતા ઉપજાવે છે. દુષ્કાળ પર નજર રાખનાર ઇન્ડેક્સ એસપીઆઇના કહેવા મુજબ આ મોનસુનની સિઝનમાં ડ્રાય સ્થિતી વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ની તુલનામાં વધારે રહી છે. આ વર્ષે ૧૩૪ જિલ્લામાં મધ્યમથી લઇને વધારે ડ્રાયનીસ્થિતી જાવા મળી છે. આઇએમડીના એસપીઆઇના કહેવા મુજબ ૨૨૯ જિલ્લામાં માઇલ્ડ ડ્રાયની સ્થિતી છે. એટલે કે ઓછા પ્રમાણમાં ડ્રાયની સ્થિતી રહી છે. ગયા વર્ષે ડ્રાય સ્થિતી જાવા મળી હતી. દેશના ૧૭.૭૮ ટકા વિસ્તારમાં હાલત કફોડી બનેલી છે. આવી જ રીતે વર્ષ ૨૦૧૬માં ૧૨.૨૮ ટકા વિસ્તારમાં આવી સ્થિતી રહી હતી. આઇએમડીના આ વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે મોનસુનની સ્થિતી નબળી રહી છે.

મોનસુનની સ્થિતીમાં આ વખતે ડ્રાય સ્થિતીમાં ૨૧ ટકાનો વધારો થયો છે. આ વખતે ૫.૪૫ ટકા વિસ્તારમાં ડ્રાયની સ્થિતી છે. ૨.૦૮ ટકા વિસ્તારમાં બિલકુલ અને ગંભીર ડ્રાયની સ્થિતી છે. મોનસુનમાં કેટલાક રાજ્યોમાં ખુબ ઓછો વરસાદ થયો છે. અરૂણાચલ પ્રદેશ, બિહાર, મેઘાલય અને ત્રિપુરા અને ઝારખંડમાં મધ્યમથી ભારે ડ્રાયની સ્થિતી રહેલી છે.

Share This Article