સંસદનું ચોમાસુ સત્ર ૧૮ જુલાઇ, ૨૦૧૮થી પ્રારંભ થશે અને ૧૦ ઓગસ્ટ સુધી ચાલશે. આ જાણકારી કેમિકલ, ખાતર અને સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે આપી હતી. અનંત કુમાર કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધયક્ષતામાં સંસદીય કાર્ય પર કેબિનેટ કમિટીની બેઠક બાદ સંવાદદદાતાઓ સાથે વાચચીત કરી રહ્યાં હતા.
આ સત્રમાં ૧૮ દિવસ કાર્ય દિવસ હશે. તેમણે આ સત્રને કામકાજી બનાવવા માટે તમામ રાજનીતિક દળો પાસેથી સરકાર સાથે સકારાત્મક સૃહયોગ કરવા માટે અપીલ કરી છે. વિધાન કાર્યોમાં ચોમાસુ સત્ર ૨૦૧૮થી પહેલા આંતર સત્ર સમયગાળા દરમિયાન લાગૂ કરવામાં આવેલા છ અધ્યાદેશ સમાવિષ્ટ છે.
સંસદીય કાર્ય મંત્રીના જણાવ્યું કે સરકાર મહત્વપૂર્ણ બિલ લાવશે. આ બિલમાં સંવિધાન (૧૨૩મું સંશોધન) બિલ- ૨૦૧૭, મુસ્લિમ મહિલા (વિવાહ સુરક્ષા) બિલ- ૨૦૧૭, ટ્રાન્સજેન્ડર (અધિકાર સંરક્ષણ) બિલ-૨૦૧૬, રાષ્ટ્રીય મેડિકલ આયોગ બિલ- ૨૦૧૭, બાળકોને નિઃશુલ્ક શિક્ષાનો અધિકાર (બીજુ સંશોધન) બિલ- ૨૦૧૭, અન્ય વિષ સમાવિષ્ટ છે.
ચોમાસૂ સત્ર દરમિયાન રાજ્ય સભાના ઉપસભાપતિ પદ માટે ચૂંટણી થશે કારણ કે વર્તમાન ઉપસભાપતિ પી.જે. કુરિયનનો કાર્યકાળ આ મહીનામાં જ સમાપ્ત થઇ રહ્યો છે.