રેની સિઝનમાં ટુર પર જવાની ઇચ્છા છે અને ડેસ્ટિનેશનને લઇને દુવિધા છે તો કોઇ પણ શંકા રાખ્યા વગર તમે કર્ણાટક રાજ્યની પસંદગી કરી શકો છો. અહીં વરસાદની સિઝનમાં મસ્તી કરવા માટે પૂર્ણ તકો મળે છે. અહીંના ખુબસુરત લોકેશન અને ડેસ્ટિનેશનકુદરતી રંગીન નજારા તમામને પોતાની તરફ ખેંચે છે. પ્રવાસના ઇચ્છુક લોકો માને છે કે વરસાદની સિઝનમાં કર્ણાટકની સુન્દરતા કોઇ ધોવાઇ ગયેલા ફુલની જેમ હોય છે. જુલાઇથી લઇને સપ્ટેમ્બર સુધીના ગાળામાં કર્ણાટક ફરવા માટે સૌથી યોગ્ય રહે છે. આ સમય અહીં તાપમાન ૨૭થી ૨૮ ડિગ્રી વચ્ચે રહે છે. કર્ણાટક રાજ્યના હંપી શહેર ખુબ ખુબસુરત છે. અહીંના ઐતિહાસિક હંપી ટેમ્પલને વિશ્વમાં તમામ લોકો બેસ્ટ સ્થળ તરીકે ગણે છે.
હંપી ટેમ્પલ દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર તરીકે છે. હંપીની કુદરતી સુન્દરતા, પ્રાચીન અને ભવ્ય સ્થળ, બેંગલોરના પેલેસ, મેસુરના પેલેસ જેવી જગ્યાએની સાથે સાથે કુદરતી સુન્દરતા તમામને પોતાની તરફ ખેંચે છે. જ્યારે પ્રવાસ પર નિકળવામાં આવે ત્યારે મૈસુર, બેંગલોર અને હંપીને પોતાની પ્રાથમિકતાની યાદીમાં રાખવામાં આવે તે જરૂરી છે. કુદરત પ્રેમી લોકો કર્ણાટકના કુર્ગ જવા માટેની ઇચ્છા પૂર્ણ કરી શકે છે. અહીં ચારેબાજુપ હરિયાળીની સાથે સાથે કુદરતી સુન્દરતા પણ તમામને ખેંચે છે.
ચા કોફીના બાગાન, વોટર ફોલ અને ખુબસુરત ખીણ રહેલી છે. બેલુર કર્ણાટકના સૌથી લોકપ્રિય ટ્યુરિસ્ટ પ્લેસ તરીકે છે. બેલુરમાં ખુબ વધારે પ્રમાણમાં ધાર્મિક સ્થળ પણ આવેલા છે. જે અહીંની સુન્દર પહાડીઓની સાથે સાથે મેદાની ભાગોમાં પણ આવેલા છે. શ્રીરંગપટટ્ટના એવા જ એક શહેર તરીકે છે. જે આપને કર્ણાટકના ઐતિહાસિક સ્થળો પર આકર્ષિત કરે છે. અહીં આપને ટિપુ સુલ્તાનના શાસનકાળની ઇમારતો અને વાસ્તુકળા પણ જોવા મળી શકે છે.