નવી દિલ્હી : દક્ષિણ પશ્ચિમ મોનસુન ગુજરાતની અંદર વધુ આગળ વધે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. મધ્યપ્રદેશના જુદા જુદા ભાગો, ઉત્તરીય ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં મોનસુન હવે આગળ વધશે. મોનસુની વરસાદે મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. કૃષિ સેક્ટર દેશના ૨.૬ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર પૈકી ૧૫ ટકા હિસ્સામાં આવે છે પરંતુ ભારતના ૧.૩ અબજ લોકો પૈકી અડધા લોકો તેની સાથે જાડાયેલા છે. મોનસુની વરસાદે મોટાભાગે શેરડી, કપાસ, સોયાબીનના ક્ષેત્રોને આવરી લીધા છે. પશ્ચિમ ભારત અને મધ્ય અને ઉત્તર ભારતમાં ડાંગરની વાવણી કરતા વિસ્તારોને મોનસુને આવરી લીધા છે.
નબળી શરૂઆત થયા બાદ વરસાદની ગતિ હવે ઝડપથી વધી રહી છે. મોનસુમાં અછતનો આંકડો પહેલી જૂન અને ૧૯મી જૂન વચ્ચેના ગાળામાં ૪૪ ટકાની સામે હવે ૩૭ ટકા લોંગ ટર્મ એવરેજનો રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ મોનસુનની સ્થિતિ હવે વધારે મજબૂત થઇ રહી છે. આગામી દિવસોમાં સ્થિતિમાં વધુ સુધારો થશે. શેરડી, કપાસ, ડાંગર, સોયાબીનની ખેતી કરનાર ખેડૂતો માટે જૂન અને જુલાઈમાં વરસાદ ખુબ ઉપયોગી સાબિત થાય છે. ભારતના અડધા વિસ્તારોમાં સિંચાઈની સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં સ્થિતિને સુધારવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર ઓછી દેખાઈ રહી છે.
ઓછા વરસાદના લીધે ઉનાળાની વાવણી પાકમાં વિલંબ થઇ રહ્યો છે. બીજી બાજુ નિષ્ણાતોનું કહેવું છે કે, પાકની વાવણીમાં આગામી બે સપ્તાહમાં તેજી આવી શકે છે. વરસાદમાં ગતિ પકડાયા બાદ એકાએક જારદાર તેજી આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ખેડૂતોએ ૯.૧ મિલિયન હેક્ટરમાં ઉનાળાની વાવણી કરી હતી. કપાસની વાવણી ૧૨ ટકા ઘટી છે જ્યારે સોયાબીનની વાવણી ૫૭ ટકા ટકા સુધી આ ગાળા દરમિયાન ઘટી છે. ભારત વિશ્વમાં ચોખામાં સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે છે.