બ્રિટન બાદ અમેરિકામાં મંકીપોક્સનો કેસ નોંધાતા ફફડાટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

છેલ્લા બે વર્ષથી દુનિયાભરમાં કોરોના દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેના નવા નવા વેરિએન્ટથી લોકો ત્રાહિમામ થયા છે. ત્યારે હવે એક નવા વાયરસે દુનિયાભરના લોકોની ચિંતા વધારી છે. બ્રિટન બાદ અમેરિકામાં પણ તેનો કેસ નોંધાતા ફફડાટ જાેવા મળ્યો છે.

અમેરિકાના મેસાચુસેટ્‌સ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થે બુધવારે એક વ્યક્તિમાં આ વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી છે. મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ હાલમાં જ કેનેડાના પ્રવાસથી આવ્યો હતો. મેસાચુસેટ્‌સ વિભાગે બહાર પાડેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિની પ્રાથમિક તપાસ જમૈકાની એક લેબમાં કરવામાં આવી જ્યારે વાયરસી પુષ્ટિ યુએસ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં થઈ.

હાલ સીડીસી સ્થાનિક હેલ્થ બોર્ડ્‌સ સાથે મળીને વ્યક્તિ જેના સંપર્કમાં આવ્યો હતો તેવા લોકોની ઓળખ કરી રહ્યું છે. જાે કે પ્રેસ રિલીઝ મુજબ તેનાથી સામાન્ય જનતાને કોઈ જાેખમ નથી. હાલ સંક્રમિત વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેનું સ્વાસ્થ્ય સારું છે. પ્રેસ રિલીઝ મુજબ મંકીપોક્સ એક દુર્લભ અને ગંભીર વાયરલ બીમારી છે. આ બીમારીમાં સામાન્ય રીતે ફ્લૂ જેવું હોય છે અને લિમ્ફ નોડ્‌સમાં સોજાથી શરૂઆત થાય છે.

જે ચહેરા અને શરીર પર એક દાણા તરીકે વિક્સિત થાય છે. મોટાભાગે સંક્રમણ ૨થી ૪ અઠવાડિયા સુધી રહે છે. આ વાયરસ લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી. પરંતુ રોગીના શરીરના તરળ પદાર્થ અને મંકીપોક્સના ઘાના સંપર્કમાં આવવાથી તે ફેલાઈ શકે છે. એટલે કોરોના જેવું તેમાં નથી. આ અગાઉ અમેરિકામાં ચાલુ વર્ષે એક પણ મંકીપોક્સનો કેસ જાેવા મળ્યો નથી. જ્યારે ટેક્સાસ અને મેરિલેન્ડમાં વર્ષ ૨૦૨૧માં નાઈજીરિયા મુસાફરી કરનારા લોકોમાં એક કેસ જાેવા મળ્યો હતો.

જ્યારે બ્રિટનમાં મે ૨૦૨૨ની શરૂઆતમાં મંકીપોક્સના ૯ કેસ નોંધાયા હતા. મંકીપોક્સનો પહેલો કેસ નાઈજીરિયામાં જાેવા મળ્યો હતો. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીઓ હાલ તો અલર્ટ મોડ પર છે કારણ કે તેમનું કહેવું છે કે મંકીપોક્સ એક દુર્લભ વાયરસ છે અને તે સરળતાથી ફેલાતો નથી.

Share This Article