માર્વલની સુપરહિરોની ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમની વૈશ્વિક કમાણી બોક્સ ઓફિસ પર રેકોર્ડ રહી છે. તેની કમાણી હજુ જારી રહી છે. આ ફિલ્મની કમાણી હવે ટાઇટેનિક ફિલ્મને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગઇ છે. આ ફિલ્મની કમાણી હવે અવતાર બાદ બીજા સ્થાને રહી છે. તમામ લોકો જાણે છે કે ટાઇટેનિક ફિલ્મની સમગ્ર વિશ્વમાં કમાણી ૧૫૩ અબજ રૂપિયા રહી હતી. હવે એન્ડગેમ તેને પાછળ છોડી ચુકી છે. માત્ર ભારતની વાત કરવામા આવે તો આ ફિલ્મની કમાણી રવિવાર સુધીમાં ૩૧૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. સામાન્ય રીતે એવેન્જર્સ એન્ડગેમ જે રીતે કમાણીના નવા રેકોર્ડ કરી રહી છે તે જાતા એવુ લાગુ કહ્યુ છે કે તે દુનિયાની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની જશે. વર્ષ ૧૯૯૭માં રજૂ કરવામાં આવેલી ટાઇટેનિક ફિલ્મન કમાણી સૌથી વધારે એ વખતે રહી હતી.
ત્યારબાદ અવતાર ફિલ્મ તેના રેકોર્ડને તોડીને આગળ વધી ગઇ હતી. ટાઇટેનિક ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ ૧૨ વર્ષ બાદ વર્ષ ૨૦૦૯માં અવતાર ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. અવતાર ફિલ્મની કમાણી ૨.૭૮ અબજ ડોલર અથવા તો ૧૯૫ અબજ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. આની સાથે ટાઇટેનિક ફિલ્મનો રેકોર્ડ તુટી ગયો હતો. ધ ફોર્સ અવેકન્સ, એવેન્જર્સ ઇનફિનિટી, જુરાસિક પાર્ક જેવી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. હવે એવુ લાગી રહ્યુ છે કે એન્ડ ગેમ તો અવતારના રેકોર્ડને પણ તોડી શકે છે. હોલિવુડની સાથે સાથે બોલવુડ અને અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મોની કમાણી પણ સતત વધી રહી છે. પહેલા કોઇ બોલિવુડ ફિલ્મ એક કરોડની કમાણી કરતી હતી ત્યારે મોટા સમાચાર બની જતા હતા.
હવે તો ૫૦૦ કરોડની ક્લબ પણ બની ચુકી છે. દંગલે સમગ્ર દુનિયામાં ૨૦૦૦ કરોડની કમાણી કરી હતી. બાહુબલી ફિલ્મે ૬૫૦ કરોડ, પીકેએ ૮૩૨ કરોડની કમાણી કરી હતી. બજરંગી ભાઇજાન ફિલ્મે ૬૨૬ કરોડની કમાણી કરી હતી. સુલ્તાને બોક્સ ઓફિસ પર ૫૮૬ કરોડની કમાણી કરી હતી. તેમ છતા બોલિવુડ હજુ પણ હોલિવુડની સાથે સાથે ચીની સિનેમા કરતા પાછળ છે. જા કે ચીની લોકો માનવા લાગી ગયા છે કે બોલિવુડનુ નેટવર્ક હવે તેમના કરતા મોટુ થઇ રહ્યુ છે. તે હજુ ઝડપથી વધી રહ્યુ છે.
ચીનમાં પણ ભારતીય ફિલ્મોને જારદાર સફળતા હાંસલ થઇ રહી છે. જા કે આની તુલનામાં ચીની ફિલ્મો ભારત અથવા તો અન્ય દેશોમાં કોઇ મોટી સફળતા હાંસલ કરી રહી નથી. હોલિવુડમાં સરેરાશ એક વર્ષમાં ૫૦૦ ફિલ્મો બને છે. દુનિયાભરમાં તેના ૨.૬ અબજ ચાહકો છે. જ્યારે બોલિવુડમાં આશરે ૧૦૦૦ ફિલ્મો દર વર્ષે બને છે. દુનિયાભરમાં તેના ચાહકો પણ ત્રણ અબજની આસપાસ છે. જે રીતે ફિલ્મોની આપલે વધી રહી છે તે જાતા બોલવુડમાં ટેકનિકમાં સુધારો થઇ રહ્યો છે. નવી નવ ટેકનોલોજ આવી રહી છે. હોલિવુડની ફિલ્મોને ટક્કર આપવા માટે બોલિવુડ ઉદ્યોગ હવે સજ્જ છે. હાલમાં ફિલ્મો મારફતે રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે. ભારતીય ફિલ્મો પણ જંગી આવક મેળવી રહી છે.