મની લોન્ડરિંગ કેસ : રોબર્ટ વાઢેરાને વિદેશ જવા મંજુરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : દિલ્હીની એક એક અદાલતે મનીલોન્ડરિંગના એક કેસમાં રોબર્ટ વાઢેરાને સ્વાસ્થ્ય સંબંધિત કારણોને લઇ છ સપ્તાહ માટે વિદેશ જવાની મંજુરી આપી છે.  વિશેષ ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી વાઢેરાને છ સપ્તાહ માટે અમેરિકા અને નેધરલેન્ડની યાત્રા કરવા માટે મંજુરી આપી દીધી છે અને યાત્રા અંગેનો કાર્યક્રમ આપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. જા કે, રોબર્ટ વાઢેરાને લંડન જવા માટેની મંજુરી આપવામાં આવી નથી. વાઢેરાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટમાં જારદાર દલીલો કરી હતી. સીબીઆઈની વિશેષ કોર્ટે સોમવારે રોબર્ટ વાડ્રાને વિદેશ જઈને ઈલાજ કરવાની અનુમતિ આપી છે.

મની લોન્ડ્રિંગના આરોપોનો સામનો કરી રહેલા વાડ્રાની અરજી મંજૂર કરતા કોર્ટે તેમને ૬ સપ્તાહ માટે અમેરિકા અને નીધેરલેન્ડ જઈને ઈલાજ કરવાની પરવાનગી આપી છે. જોકે તે લંડન જઈ શકયા ન હતા. વાડ્રાએ ૨૧ મેના રોજ અરજી દાખલ કરીને ટ્યુમરના ઈલાજ માટે વિદેશ જવાની પરવાનગી માંગી હતી. તેમણે અપીલ કરી હતી કે પાસપોર્ટ કોર્ટમાં જમા છે અને વિદેશ જવા માટે પાસપોર્ટ પરત આપવામાં આવે. વાડ્રાએ કોર્ટમાં સર ગંગારામ હોસ્પિટલનું પ્રમાણ-પત્ર દાખલ કર્યું હતું,

જેમાં તેમના મોટા આંતરડામાં ટ્યુમર હોવાની વાત પ્રકાશમાં આવી હતી. ઈડીએ વાડ્રાની ૯ વાર પુછપરછ કરીઃ મની લોન્ડ્રિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ૩૦ મેના રોજ રોબર્ટ વાડ્રાની ૯મી વખત પુછપરછ કરી હતી. તેના માટે કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને લઈને ઈડાની ઓફિસે પહોંચી હતી. ઈડી વાડ્રા સાથે જોડાયેલી ગેરકાયદેસર સંપતિઓ અને લેન્ડ ડીલ કેસની તપાસ કરી રહ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વાડ્રા અને તેમની માતાને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

Share This Article