નવી દિલ્હી : કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાઢેરાના પતિ રોબર્ટ વાઢેરાને હાલ પુરતી રાહત મળી ગઈ છે. કારણ કે દિલ્હીની પટીયાળા હાઉસ કોર્ટે ૧૬મી ફેબ્રુઆરી સુધી તેમની ધરપકડ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. કોર્ટે હજુ સુધી વચગાળાની સુરક્ષા આપવાના આદેશો જારી કર્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ કઠોર પ્રતિક્રિયા આપીને વાઢેરાની સામે તપાસમાં સહકાર કરવા માટે પણ સૂચના આપી છે. કોર્ટે છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે મામલામાં પૂછપરછની મંજુરી પણ આપી દીધી છે. મની લોન્ડરીંગના મામલામાં વાઢેરાએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. ધરપકડને ટાળવાના હેતુસર આ અરજી દાખલ કરામાં આવી છે. હજુ સુધી મળેલી માહિતી મુજબ ૧૬મી ફેબ્રુઆરી સુધી તેમની ધરપકડ થઈ શકશે નહીં.
કોર્ટે મની લોન્ડરીંગના મામલાને ગંભીર માનીને વાઢેરાને તપાસ સંસ્થાઓને પૂર્ણ સહકાર આપવા માટે સૂચના આપવાં આવી છે. વાઢેરાના વકીલ કેપી તુલસીએ કોર્ટને પોતાના અસીલની સામે તપાસમાં સહકારની ખાતરી આપી છે. વાઢેરાના નજીકના લોકો અને તેમના સાથી સુનિલ અરોડાની સામે ઈડીએ મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્ય છે. આ મામલામાં અરોડાને કોર્ટમાંથી છઠ્ઠી ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત મળી ગઈ છે. આ મામલો લંડનના બ્રાયનસ્ટન સ્કવેર સ્થિત ૧૯ લાખ પાઉન્ડ અથવા તો આશરે ૧૭ કરોડ રૂપિયાની એક પ્રોપર્ટી ખરીદવાના મામલા સાથે સંબંધિત છે.
ઈડીએ દાવો કર્યો છે કે આ સંપત્તિના અસલી માલિક રોબર્ટ વાઢેરા છે. ઈડીએ કોર્ટમાં કહ્યું છે કે લંડન સ્થિત ફ્લેટને ફરાર ડિફેન્સ લીડર સંજય ભંડારીએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો. ઈડીના કહેવા મુજબ સમારકામ માટે આના ઉપર ૬૫૯૦૦ પાઉન્ડનો વધારાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જંગી ખર્ચ છતાં ભંડારીએ ૨૦૧૦માં આજ કિંમત પર આને વાઢેરાની કંપનીને વેચી દેતા ચર્ચા છેડાઈ હતી.