મુંબઈ: શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ રહ્યો હતો. દલાલ સ્ટ્રીટમાં મુડી રોકાણકારોની સંપત્તિમાં મિનિટોના ગાળામાં જ ૩૧૮૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. હાલમાં જ પુરી થયેલી લોકસભા ચૂંટણી માટે જ મતગણતરી ૨૩મી મેના દિવસે હાથ ધરવામાં આવે તે પહેલા જ જારી કરવામાં આવેલા એક્ઝિટ પોલના તારણમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએના અપેક્ષા કરતા વધુ સારા દેખાવના સંકેત મળ્યા બાદ બજારમાં જોરદાર તેજી જામી ગઈ છે.
આજે કારોબાર દરમિયાન મુડી રોકાણકારોની સંપત્તિ અભુતપૂર્વ વધી ગઈ હતી. કારોબાર વેળા માત્ર મિનિટોના ગાળામાં જ તમામ બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મુડી સંયુક્ત રીતે વધીને ૧૪૯૭૬૮૯૬ કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેમની સંપત્તિ સંયુક્ત રીતે ૩.૧૮ લાખ કરોડ સુધી વધી ગઈ હતી. બીએસપીના માર્કેટ કેપ આજે બપોરના ગાળામાં ૧૫૧ લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેમાં ૪૬૮૦૦૦ કરોડનો વધારો થયોહતો. આને સાથે જ સ્થાનિક શેરની માર્કેટ કિંમત ત્રણ સેસન ગાળામાં ૬.૮૯ લાખ કરોડ સુધી વધી ગઈ હતી. મોટા ભાગના એક્ઝિટ પોલમાં એનડીએની બહુમતી સાથે સત્તા આપવામાં આવી રહી છે.
ટાઈમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ અને સાથી પક્ષો ૩૦૬ સીટો જીતી જશે. સત્તામાં આવવા માટેની બહુમતીની સંખ્યા ૨૭૨ની છે. બીજી બાજુ રીપÂબ્લક-સી વોટરમાં એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપના નેતૃત્વમાં એનડીએ ૨૮૭ સીટ જીતી જશે. આવી જ રીતે અન્ય અભિપ્રાય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આજે કારોબાર વેળા આની અસર રહી હતી.