અમદાવાદ: મોનાર્ક ગ્રુપના હિસ્સારૂપ ફાયનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ (એમએનસીએલ) દ્વારા તા.૩૦ જૂનના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ અગાઉના વર્ષના સમાન ગાળાના રૂ. ૨૪૩.૨૬ લાખની તુલનામાં રૂ. ૪૨૩.૪૫ લાખના કરવેરા પછીના નફા વડે ૭૪.૦૭ ટકાનો વધારો નોંધાવી સુપિરિયર ત્રિમાસિક કામગીરી દર્શાવી છે.
ત્રિમાસિક ગાળાની કુલ સ્ટેન્ડએલોન આવક નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. ૧૬૪૬.૧૮ લાખથી ૧૩.૨૮ ટકા વધીને રૂ. ૧૮૬૪.૭૩ લાખ થઈ છે. જે ખૂબ નોંધનીય મનાઇ રહી છે. તા. ૩૦ જૂનના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વ્યાજ, ઘસારા અને કરવેરા પછીની સ્ટેન્ડએલોન કમાણી માર્ચ ૩૧, ૨૦૧૮ના રોજ પૂરા થયેલા તેની તુરંત પહેલાંના ત્રિમાસિક ગાળામાં રૂ. ૪૭૬.૩૨ લાખ હતી તે વધીને રૂ. ૫૪૭.૪૮ લાખ થઈ છે. તે વર્ષ ૨૦૧૭-૧૮ના સમાન ગાળામાં રૂ. ૩૪૪.૭૨ લાખ હતી આ રીતે ૫૮.૮૨ ટકાની વૃધ્ધિ નોંધાવી છે. તા. ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થયેલા અગાઉના ત્રિમાસિક ગાળાની રૂ. ૧,૯૧૧.૭૬ લાખની એકંદર કમાણી ઘટીને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. ૧,૬૫૦.૪૯ લાખ થઈ હતી. આમ છતાં વહિવટી અને વેચાણ ખર્ચ તુરંત અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૦૩૬.૭૦ લાખથી ઘટીને ૩૦ જૂન ૨૦૧૮ના રોજ પૂરા થયયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. ૭૩૦.૭૦ લાખ થયો છે. આને પરિણામે કંપનીનો નેટ ઓપરેટીંગ માર્જીન તુરંત અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૯૪.૧૧ લાખ (૧૫.૩૮ ટકા) હતો તે વધીને રૂ. ૩૩૩.૨૬ લાખ (૨૦.૧૯ ટકા) થયો છે. જે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના સમાન ત્રિમાસિક ગાળામાં ૨૨૩.૮૮ લાખ (૧૪.૬૬ ટકા) રહ્યો હતો.
સ્ટેન્ડએલોન શેર દીઠ કમાણી તુરંત અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. ૧.૮૨ હતી તે નાણાંકિય વર્ષ ૨૦૧૭-૧૮ના સમાન ગાળાના ઘટીને રૂ. ૧.૪૩ થઈ છે, જે નાણાંકિય વર્ષ ૨૦૧૭-૧૮ના સમાન ગાળાના રૂ.૦.૮૦ની તુલનામાં વધી છે. અહેવાલના ત્રિમાસિક ગાળાનો કરવેરા પૂર્વેનો નફો રૂ. ૪૭૬.૮૭ લાખ થયો છે, જે તુરંત અગાઉના ગાળામાં રૂ. ૪૧૩.૮૩ લાખ અને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના સમાન ગાળામાં રૂ. ૨૭૭.૧૭ લાખ હતો.