બાહુબલીની સફળતા બાદ સાઉથ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાંથી એવી ચર્ચા આવી હતી કે હવે બાહુબલીથી પણ ભવ્ય ફિલ્મ બનશે મહાભારત. જેનું અંદાજીત બજેટ 1000 કરોડ રૂપિયા હતું અને દુબઇના આરબ બિઝનેસમેન આ પ્રોજેક્ટમાં ઇનવેસ્ટ કરવાના હતા. સાઉથ ઇન્ડિયાના મેગાસ્ટાર મોહનલાલ આ પ્રોજેક્ટ પર કામ કરવાના છે અને તેમની મહાભારત ફિલ્મ ભીમની દ્રષ્ટિએ બનવાની છે. જેમાં ભીમનો રોલ મોહનલાલ પોતે ભજવવાના છે. મોહનલાલની મહાભારત બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. 90 દિવસમાં પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ કરીને 2019માં રિલીઝ કરવામાં આવશે અને ત્યારબાદ બીજા ભાગનું શૂટિંગ ચાલુ થશે.
બોલિવુડમાંથી પણ મહાભારત પ્રોજેક્ટને લઇને ચર્ચા થઇ હતી અને આમિર ખાને કહ્યું હતુ કે મહાભારત એ તેનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેને તે ખુબ ધગશથી પૂર્ણ કરવા માંગે છે. થોડા સમય પહેલા ચર્ચા હતી કે મુકેશ અંબાણી ફિલ્મને પ્રોડ્યુસ કરવાના છે અને ભવ્ય રીતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આમિરની મહાભારત ગેમ ઓફ થ્રોન્સની જેમ બનાવવામાં આવશે. આમિર ખાને કહ્યું હતુ કે તેને આ ફિલ્મ શરૂ કરતા થોડો ડર લાગી રહ્યો છે કારણકે આ ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને આ ફિલ્મ તેની લાઇફના 15-20 વર્ષ લઇ લેશે. આમિરને કર્ણનો રોલ પ્લે કરવો છે પરંતું તેના ફિઝીક અનુસાર તે કર્ણનો રોલ ભજવવા માટે સક્ષમ નથી એટલે તે કૃષ્ણનો રોલ કરશે તેવું આમિરે જણાવ્યું હતુ.
હવે કોની ફિલ્મ પહેલા થિયેટરમાં આવશે તે જોવું રહ્યું. મોહનલાલ અને આમિર ખાન બંને ભારતીય ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના મેગાસ્ટાર છે. ભારતમાં પહેલી વાર એક ફિલ્મને લઇને આટલી રાહ જોવામાં આવશે તેવું પહેલી વાર બનશે.