નાગપુરમાં સંઘના વડા મોહન ભાગવતે પણ રામ મંદિર નિર્માણ માટે દબાણ લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદની રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, હવે ધેર્ય નહીં નિર્ણાયક આંદોલનનો સમય આવી ગયો છે. કોર્ટ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ન્યાયપૂર્ણ બાબત તો એજ રહેશે કે વહેલીતકે મંદિર બને. આ બાબત કોર્ટની પ્રાથમિકતામાં નથી. જા આવી સ્થિતિ નથી તો મંદિર બનાવવા માટે કાનૂન કઈ રીતે આવી શકે છે તે અંગે સરકારે વિચારણા કરવી જાઇએ. સંઘના વડાએ કહ્યું હતું કે, આ એક માંગ છે. આજે કોઇ લડાઈ નથી પરંતુ લોકોની ભાવના આમા જાડાયેલી છે. સામાન્ય લોકો સુધી આ બાબત પહોંચાડવી જરૂરી છે કે, કાનૂન બનાવવામાં આવે અને મંદિરનું નિર્માણ કરવામાં આવે. સંપૂર્ણ ભારતવશ મંદિર માટે માંગ કરશે તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે. તેમણે કહ્યું હતું કે, ચિત્ર અને મોડલ અમે રજૂ કરી ચુક્યા છે તેવી જ રીતે મંદિરનું નિર્માણ થવું જાઇએ. જ્યાં સુધી મંદિરનું નિર્માણ શરૂ થતું નથી ત્યાં સુધી દેશમાં જાગરણનું કામ શરૂ થવું જાઇએ. ભાગવતે કહ્યું હતું કે, મામલો કોર્ટમાં છે. ચુકાદો વહેલીતકે આવવો જાઇએ.
આ બાબત સાબિત પણ થઇ ચુકી છે કે, ત્યાં પહેલા મંદિર હતું પરંતુ સુપ્રીમ કોર્ટ આ કેસને પ્રાથમિકતામાં મુકી રહી નથી. ન્યાયમાં વિલંબ અન્યાય સમાન છે. ભાગવતે કહ્યું હતું કે, વર્ષોથી અમે માંગ કરી રહ્યા છે પરંતુ સુનાવણી થઇ રહી નથી. કોર્ટની પ્રાથમિકતામાં જ આ બાબત નથી. જનહિતના મામલાઓને ટાળવાનો કોઇ અર્થ નથી. નીચે મંદિર હતું તે બાબત ખોદકામ કરીને જાવામાં આવી ચુક્યું છે. નિર્ણય થઇ ગયો છે કે, મંદિર તોડીને માળખુ બનાવવામાં આવ્યું હતું. સમાજ માત્ર કાયદાથી ચાલતું નથી. શ્રદ્ધા ઉપર કોઇ પ્રશ્નો ઉઠાવી શકે નહીં. કોર્ટનો નિર્ણય હજુ આવશે નહીં. કારણ કે તે પ્રાથમિકતામાં નથી. રામના સમયમાં કોઇ વક્ફ બોર્ડ, કોઇ અખાડા ન હતા. પોતાના તલવારના બળ ઉપર સ્થાનને બળજબરીપૂર્વક લઇ લેવામાં આવ્યું હતું અને મંદિરને તોડી પડાયું હતું. આવી સ્થિતિમાં મંદિર નિર્માણ માટે દબાણ લાવવામાં આવે તે જરૂરી છે. ક્યારે ક્યારે પ્રશ્ન થાય છે કે, મંદિરની માંગ કેમ કરી રહ્યા છે પરંતુ જા મંદિરની માંગ કરવામાં આવે તો કઇ માંગ કરવામાં આવે. સંઘના વડાએ કહ્યું હતુ કે, અયોધ્યામાં રામની જન્મભૂમિ છે જે એક જ હોય છે. બીજી હોઈ શકે નહીં.