આરબીઆઇ અને સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં મોંઘવારીને કાબુમાં લેવામાં સંપૂર્ણ સફળતા હાથ લાગી નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સતત બીજી વખત ધડાકા સાથે સત્તામાં આવી હોવા છતાં સરકાર મોંઘવારીને લઇને કોઇ વાત કરી રહી નથી. મોદી કહેતા આવ્યા છે કે હાલમાં વિરોધ પક્ષો મોંઘવારીને મુદ્દો બનાવી રહ્યા નથી. જો કે સામાન્ય લોકો મોંઘવારીને લઇને પરેશાન છે. પેટ્રોલ અને ડિઝલમાં વધારો કરવા માટેના સંકેત પણ બજેટમાં આવી દીધા છે. સેસ લાગુ કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં તમામ ચીજો વધારે મોંઘી બની શકે છે. મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે.
ગ્લોબલ માર્કેટમાં ક્રડ ઓઇલની કિંમત આ વર્ષે ૨૦ ટકા સુધી વધી ગઇ છે. મેમાં તો ક્રુડ ઓઇલની કિંમત ૭૨-૭૬ ડોલરથી પણ ઉપર પહોંચી ગઇ હતી. જે વર્ષ ૨૦૧૪ બાદથી તેની સૌથી ઉંચી કિંમત છે. આ તમામના કારણે કેન્દ્ર સરકારના આયાત બિલમાં ઉલ્લેખનીય વધારો થયોછે. ડોલરની સામે રૂપિયાની સ્થિતી હાલમાં નબળી દેખાઇ રહી છે. હવામાન વિભાગે કેટલાક ક્ષેત્રોમાં ઓછા અને વધારે વરસાદની વાત કરી છે. મોનસુનની પેટન્ટ અસંતુલિત રહેવાની બાબત રજૂ કરી છે. હજુ સુધી દેશમાં સામાન્ય કરતા છ ટકા ઓછો વરસાદ થયો છે. ઓગષ્ટમાં મોનસુનની ચાલ કમજોર રહેવાની શક્યતા છે. જેના કારણે ખરીફના આધાર પર મોંઘવારી રોકા જાય તેવી સંભાવના નહીંવત છે. સરકારે એમસીપી વધારી ખેડુતોને ચોક્કસપણે રાહત આપી છે.
તેમને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કર્યા છે. પરંતુ પરિણામ દેખાવવામાં હજુ અઢી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. વ્યાજદરમાં સતત વધારો થવાના કારણે તેની સીધી અસર સામાન્ય લોકોની સાથે સાથે કોર્પોરેટ જગત પર રહેશે. લોકો બચત કરવા માટે ચોક્કસપણે પ્રેરિત થશે પરંતુ હોમ લોન, કાર લોનપર્સનલ લોનના ઇએમઆઇ વધવાથી વેચાણના આંકડા ચોક્કસપણે નીચે જશે. બેકિંગ સેક્ટરના કેટલાક નિષ્ણાત લોકો કહે છે કે લોન લેવાની ગતિ ધીમી છે. આવી સ્થિતીમાં બેંકોનુ ધ્યાન લોન લેવા કરતા બિઝનેસ પર વધારે રહે તે જરૂરી છે. માર્કેટમાં કન્ઝ્યુમર ડ્યરેબલ્સની ચીજોનુ વેચાણ ઘટી શકે છે. વ્યાજદરમાં રાહત મળવાની રાહ જોઈ રહેલા સામાન્ય લોકોને પોલીસી સમીક્ષાથી મોટો ફટકો પડ્યો છે. રિઝર્વ બેંકે હાલમાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જેનો લાભ સામાન્ય લોકોન મળનાર છે. રેપોરેટ, રિવર્સ રેપોરેટમાં ઘટાડો કર્યો છે.
આવી સ્થિતિમાં કોમર્શિયલ બેંકો તરફથી આપવામાં આવતા હોમલોન, ઓટો લોન સહિત તમામ લોન સસ્તી થઇ ગઇ છે. બેંક લોન લેવા ઇચ્છુક લોકોને ફાયદો થયો છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છુટછાટને અમલી કરવામાં આવી નથી. આવકના આધાર પર સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટ છે. જે લોકોએ પહેલાથી જ લોન લીધેલી છે તેમના ઈએમઆઈ ઉપર પણ આની અસર થશે. રેટની સરખામણીમાં અન્ય બેંકો પણ સાવધાનીપૂર્વક આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. રિઝર્વ બેંકે વ્યાજદર ઘટાડી દીધા છે. રેપોરેટ એ દર છે જે રેટમાં રિઝર્વ બેંક બેંકોને નાણા આપે છે. આરબીઆઈએ રિવર્સ રેપોરેટમાં પણ ઘટાડો કર્યો છે.
તમામ લોકો સારી રીતે જાણ છે કે રેપોરેટમાં વધારો લોન લેનાર ઉપર સીધીરીતે અસર કરે છે. કારણ કે, બેંકો લોન ઉપર વ્યાજદરમાં વધારો કરી શકે છે. કારણ કે, રેપોરેટમાં વધારાના મતલબ એ છે કે, બેંકોના માર્જિનલ કોસ્ટ આધારિત લેન્ડિંગ રેટ વધી જાય છે. આવી જ રીતે રેટમાં ઘટાડાના અર્થ લોન સસ્તી થાય છે. આ વર્ષની શરૂઆત બાદથી ઘણી બેંકો દ્વારા તેમના એમસીએલઆરમાં વધારો કર્યો છે. ટુંકમાં આરબીઆઇ દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં હાલમાં તેની અસર દેખાઇ રહી નથી. સરકાર પણ વધારે ઇચ્છાશક્તિ સાથે આગળ વધી શકે છે.