નરેન્દ્ર મોદીના ભાભી ભગવતીબેનનું નિધન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાભી અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસિન લાઈસન્સ હોલ્ડર એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબેનનું આજે સવારે હૃદય રોગના હુમલાના કારણે દુઃખદ નિધન થતાં પરિવારજનો શોકની લાગણીમાં ગરકાવ બન્યા હતા. તો, બીજીબાજુ, ભાજપ સહિત રાજકીય વર્તુળમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. સદ્‌ગતનું બેસણું રવિવારે સિંધુભવન ખાતે સવારે ૮થી ૧૧ દરમ્યાન રાખવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસિન લાઈસન્સ હોલ્ડર એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના પત્ની ૫૫ વર્ષીય ભગવતીબેન મોદીને હાર્ટ એટેક આવતા તેઓનું નિધન થયું હતું. આજે સાંજે પાંચ વાગ્યે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં પરિવારજનો, સ્થાનિક આગેવાનો ઉપરાંત રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા.

Share This Article