લોકસભાની ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થઇ ગયુ છે. આવી સ્થિતીમાં હવે કોની સરકાર બનશે તેને લઇને સામાન્ય લોકોમાં ચર્ચા છેડાઇ ગઇ છે. જા કે રાજકીય પંડિતો જુદા જુદા અભિપ્રાય આપી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા વરૂણ ગાંધી આને લઇને અલગ અભિપ્રાય ધરાવે છે. વરૂણ ગાંધી નક્કર પણે માને છે કે આ વખતે મોદી મુદ્દો છે. મતદારો તેમના નામ પર મત આપી રહ્યા છે. વરૂણ માને છે કેટલાક તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયુ છે જુદા પ્રકારના ફિડબેક મળી રહ્યા છે.
ક્યા મુદ્દા પર વોટિંગ થઇ રહ્યુ છે તે મામલે ચર્ચા થઇ રહી છે. ખેડુતો અને ગ્રામીણ અર્થતંત્ર પર પુસ્તક લખી ચુકેલા વરૂણ હવે ઓછા આક્રમક દેખાય છે પરંતુ તેમની વ્યુહરચના બિલુકલ સ્પષ્ટ છે. હાલના વર્ષોમાં તેમના કેવા ફેરફાર થયા છે તેને લઇને પણ ચર્ચા થઇ છે. રાજકીય પંડિતો માને છે કે લોકોના વિવેકમાં બે ત્રણ બાબતો જાવામાં આવી રહી છે. મતદારો વિચારી રહ્યા છે કે ક્યા ઉમેદવારને મત આપી રહ્યા છે તે યોગ્ય છે કે કેમ, બારત કોના હાથમાં છે તેને લઇને પણ વિચારી રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે તેમના દેશના માળખાને કોણ અકબંધ રાખી શકશે અને કોણ વધારે મજબુત કરી શકે છે. મોદીમાં લોકો એ કુશળ શાસ તરીકે જોઇ રહ્યા છે.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનુ નેટવર્ક છેલ્લા પાંચ વર્ષમાં ખુબ ઝડપથી વધી ગયુ છે. મોદી જ લોકસભા ચૂંટણીમાં મુદ્દો છે અને લો એકંદરે તેમના નામ પર મત આપી રહ્યા છે. મોદીએ ગરીબી જોયેલી છે તેમના મુજબ જ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. તેમના પર અમલીકરણનુ કામ ચાલી રહ્યુ છે. તેની અસર પણ જોરદાર રીતે જોવા મળી રહી છે. યોજનાઓને ખોટી રીતે લાગુ કરવાની વ્યવસ્થાથી લોકો પરેશાન હતા. વરૂણ ગાંધી માને છે કે દિલ્હીમાં વિકાસ યોજનાઓ અંગે ભલે લોકોને ઓછી માહિત હોય પરંતુ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો વાત કરે છે ત્યારે વાસ્તવિકતા જાણી શકાય છે. દરેક ગરીબ યોજના હવે ગરીબ સુધી પહોંચી રહી છે. તેનો લાભ થઇ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન પડકારરૂપ છે કે કેમ તે અંગે જ્યારે પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે સામાન્ય લોકો અને વરૂણ ગાંધી પણ માને છે કે સામાન્ય રાજનીતિમાં પડકારરૂપ હોઇ શકે છે પરંતુ આ વખતે ચૂંટણી રાજકીય આશાવાદનો છે. મોદીની રાજનીતિ ભાવનાત્મક રીતે જોવા મળી રહી ચે. આના કારણે જોતી દિવાળો તુટી રહી છે.
આવી સ્થિતીમાં તમામ સમીકરણ ધ્વસ્ત થઇ ગયા છે. જેમ ૯૦ના દશકમાં લોકોએ સ્થિતી નિહાળી હતી. એ વખતે વિશ્વનાથ પ્રતાપ સિંહના નામ પર દેશમાં તમામ એમપી જીતી ગયા હતા. આ સ્થિતી મોદી લહેર વચ્ચે સર્જાઇ રહી છે. અમે મોદીના નામ પર વધારે મત મેળવી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ની તુલનામાં સીટો વધશે કે કેમ તે અંગે પ્રશ્ન કરવામાં આવે ત્યારે વરૂણ કહે છે કે બંગાળ અને ઓરિસ્સામાં સીટોની સંખ્યા વધનાર છે. પશ્ચિમ ભારતમાં ભાજપ પહેલાથી જ મજબુત છે. પહેલા મહાગઠબંધન બન્યુ ત્યારે લાગી રહ્યુ હતુ કે કેટલાક અંશે નુકસાન થશે પરંતુ હવે તમામ પાસા વ્યવસ્થિત થઇ ગયા છે. ઉત્તરપ્રદેશમાં યોગી ઇમાનદાર નેતા છે. જ્યાં સુધી સરકારની વાત છે તેમને હજુ થોડાક સમયની જરૂર છે. કેટલીક ચીજો સુધરી ગઇ છે. પહેલી વાત એ છે કે ક્રાઇમમાં ઘટાડો થયો છે. ભ્રષ્ટાચાર પર બ્રેક મુકવામાં યોગી સફળ સાબિત થયા છે. વરૂણ ગાંધીએ તમામ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. વરૂણ માને છે કે પાર્ટી પહેલા કરતા વધારે મજબુત બની છે. યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ક્ષેત્રીય પક્ષોની ભૂમિકા આ વખતે વધી શકે છે. જા કે આના માટે કેટલીક રણનિતી પર કામ જારી છે. નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી મુખ્યપ્રધાન તરીકે કામ કર ચુક્યા છે. તેમને દેશની ફેડરલ વ્યવસ્થા પર ગર્વ છે. નરેન્દ્ર અલફોન્સને પ્રધાન બનાવી ચુક્યા છે. એવા રાજ્યોના લીડરોને મંત્રી બનાવ્યા છે જ્યાં પાર્ટીની સ્થિતી ખુબ નબળી છે. જેથી ભાજપ અને એનડીએને કોઇની જરૂર ભલે ન પડે પરંતુ તમામને સાથે લઇને ચાલવાની તેમની નીતી રહી છે. વ્યક્તિમાં ફેરફાર આવે તે ખુબ જરૂરી છે. ભાજપ માટે તમામ પક્ષના નેતા આશાવાદી છે.