બેંગલોર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં લોકસભા ચૂંટણીને લઇને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં જોરદાર પ્રચાર કરવા માટેની રણનિતી તૈયાર કરી લીધી છે. આ રણનિતી હેઠળ મોદી રાજ્યમાં કુલ સાત સભા કરનાર છે. મોદીની સભા આવતીકાલથી શરૂ થશે. મોદી ઝંઝાવતી પ્રચાર કરીને શાનદાર માહોલ સર્જવા માટે પ્રયાસ કરી શકે છે. મોદી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં માહોલ બનાવવા માટે પ્રયાસ કરી શકે છે. તેમની સભાઓનો કાર્યક્રમ નીચે મુજબ છે
- નવમી એપ્રિલના દિવસે ચિત્રદુર્ગમાં પ્રથમ સભા
- નવમી એપ્રિલના દિવસે મૈસુરમાં બીજી સભા
- ૧૨મી એપ્રિલના દિવસે ગંગાવતીમાં ત્રીજી સભા
- ૧૩મી એપ્રિલના દિવસે મેંગલોરમાં ચોથી સભા
- ૧૩મી એપ્રિલના દિવસે બેંગલોરમાં પાંચમી સભા
- ૧૮મી એપ્રિલના દિવસે બાગલકોટમાં છઠ્ઠી સભા
- ૧૮મી એપ્રિલના દિવસે ચિક્કોડીમાં સાતમી સભા