વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં સ્વચ્છતા અભિયાનને સફળ રીતે આગળ વધારી દેવા બદલ બિલગેટ્સ મિલિન્ડા ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકિપર્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફાઉન્ડેશનના કો ચેરમેન બિલ ગેટ્સે મોદીને સન્માન આપ્યુ હતુ. આ પ્રસંગે મોદીએ કહ્યુ હતુ કે આ સન્માન તેઓ એવા ભારતીય લોકોને સમર્પિત કરવા માટે ઇચ્છુક છે જે લોકોએ સ્વચ્છ ભારત મિશનને એક જન આંદોલનમાં ફેરવી રહ્યા છે. સાથે સાથે સ્વચ્છતાને પોતાની દરરોજની લાઇફમાં પ્રાથમિકતા આપી રહ્યા છે. મોદીએ કહ્યુ હતુ કે દુનિયાના દેશોના લોકોને પોતાના અનુભવ વહેંચવા માટે તૈયાર છે.
મોદીએ કહ્યુ હતુ કે હાલમાં કોઇ દેશ અને દુનિયામાં એવા અભિયાન ચાલી રહ્યા હતા. આ મિશનના કારણે જો કોઇને સૌથી વધારે લાભ થયો છે તો તે દેશના ગરીબ લોકોને થયો છે. દેશની મહિલાઓને લાભ થયો છે. મોદીએ આ પ્રસંગે કહ્યુ હતુ કે ભારત સ્વચ્છતાને લઇને પોતાના અનુભવ અને પોતાની વિશેષતાને દુનિયાના દેશો સમક્ષ રજૂ કરવા માટે ઇચ્છુક છે. અમે વિશ્વને એક પરિવાર તરીકે ગણી રહ્યા છીએ. મોદીએ દાવો કર્યો હતો કે ભારત સ્વચ્છતાને લઇને પોતાના લક્ષ્યની પ્રાપ્તિની બિલકુલ નજીક છે. જો કે ભારત બીજા મોટા મિશન પર પણ કામ કરી રહ્યુ છે.
ફિટ ઇન્ડિયા મુવમેન્ટ મારફતે ફિટનેસ અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમ જારી છે. જળજીવન મિશન હેઠળ અમારુ ધ્યાન જળ સંરક્ષણ અને રિસાયકલિગ પર કેન્દ્રિત છે. ભારતીયોને પીવાનુ પાણી મળી શકે તે માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે.મોદી હાલમાં અમેરિકાની ઐતિહાસિક યાત્રા પર છે. જેમાં જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. મોદી હાઉડી મોદી કાર્યક્રમમાં ટેક્સાસમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની સાથે નજરે પડ્યા હતા.