નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે શરાબ કારોબારી વિજય માલ્યા સહિત અન્ય ૫૮ ફરાર અને ભાગેડુ અપરાધીઓને ભારત લાવવા માટેના પ્રયાસમાં છે. આના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારે સંસદમાં ખાતરી આપતા કહ્યુ છે કે વિજય માલ્યા ઉપરાંત નિરવ મોદી, મહેલ ચોકસી, નિતિન અને લલિત મોદી સહિત તમામ ભાગેડુને ભારત લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તમામ અપરાધી ભારતમાં ગુનો કર્યા બાદ વિદેશમાં ફરાર થઇ ગયા હતા. આ તમામ અપરાધીઓ માટે ઇન્ટરપોલમાં રેડ કોર્નર નોટીસ અને પ્રત્યાર્પણના પ્રયાસો ચાલી રહ્યા છે.
સરકારે કહ્યુ છે કે આ ૫૮ ભાગેડુ અપરાધીઓ ઉપરાંત સરકાર, સીબીઆઇ અને ઇડી તેમજ અન્ય તપાસ સંસ્થાઓ ૧૬ અન્ય પ્રત્યાર્પણની માંગ જુદા જુદા દેશોમાં કરેલી છે. આ દેશોમાં સુએઇ, યુકે, બેયમ, ઇજિપ્ત, અમેરિકા અને એન્ટિગુઆનો સમાવેશ થાય છે. લોકસભામાં આ અંગે માહિતી આપવામાં આવી છે કે ઓક્ટોબર મહિનામાં જ સરકારે વીઆઇપી હેલિકોપ્ટર ખરીદી કોંભાડમાં બે અન્ય વચેટિયાને ભારત લાવવા માટે અપીલ કરી હતી. નિરવ મોદીના સંબંધમાં વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે તેની સામે પહેલાથી જ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી ચુકી છે. ઇંગ્લેન્ડમાં તેની સામે ઓગષ્ટમાં પ્રત્યાર્પણની બે માંગ મોકલી દેવામાં આવી છે. સાથે સાથે તેના નજીકના લોકો પર પણ સકંજા મજબુત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. મેહુલ ચૌકસીની સામે પણ તપાસ ચાલી રહી છે. તેની સામે હાલમાં ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જારી કરી હતી.સરકાર કઠોર રીતે આગળ વધી રહી છે.