જનતાને ગેરમાર્ગે દોરવાનો વિપક્ષ પર મોદીનો આરોપ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરોધ પક્ષો પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાફેલ ડીલ, બેંક કોંભાડ અને પેટ્રોલિયમ કિંમતના મુદ્દા પર પ્રજાન ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરીને વડાધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે કેટલાક લોકોને અંધારા પંસંદ હોય છે. તેમને ઉજાસથી ડર લાગે છે. દેશભરમાં ભાજપના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે વિરોધ પક્ષો બિનજરૂરી રીતે હોબાળો મચાવી રહ્યા છે. કેટલાક અસમાજિક લોકો સારા કામને જાઇ શકતા નથી. આ પ્રકારના  લોકોને સારા કામથી ડર લાગે છે. અંધારામાં રહેવાની ટેવ પડી જાય છે. તેમને ઉજાસથી ડર લાગે છે.

મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે ભાજપના કાર્યકરો પ્રજાને ગેરમાર્ગે જતા રોકવાના પ્રયાસ કરે તે જરૂરી છે. મોદીએ યાદ અપાવતા કહ્યુ હતુ કે આજના દિવસે ૧૩મી સપ્ટેમ્બરના દિવસે જ પાર્ટીનુ નેતૃત્વ કરવા માટે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે દેશના લોકો વાસ્તવિક પરસ્થિતીથી વાકેફ છે. મોદીએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો પર દયા આવે છે.

કારણ કે તેમના કામો અને સંઘર્ષ એક જ પરિવારના કામમાં આવે છે. જા એક પરિવારના કામમાં ન આવે તો તેમને બહાર કરી દેવામાં  આવે છે. પરિવારની સેવામાં કાર્યકરો લાગેલા છે. મોદીએ કહ્યુ હતુ કે દેશના સંશાધન પર તમામ લોકોનો એક સમાન અધિકાર છે.તમામના ઘરમાં વિજળી પહોંચાડી દેવાનુ કામ અમે કરી રહ્યા છીએ. આજના તેમના સંબોધનને ઉપયોગી ગણવામાં આવે છે. કારણ કે સરકારની ચારેબાજુ ટિકા થઇ રહી છે.

Share This Article