મોદીના નેતૃત્વમાં ફરી ૨૦૧૯માં સરકાર હશેઃ યોગી આદિત્યનાથ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શાહજહાંપુર ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધન કરતી વેળા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વિકાસની યોજનાઓ પર જાતિ અને ધર્મના ભેદભાવ વગર સબ કા સાથ સબ કા વિકાસની સાથે કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના સહકાર અને વડાપ્રધાનના માર્ગદર્શનમાં ૩૪ હજાર કરોડ રૂપિયાના શેરડી મૂલ્યની ચુકવણી કરીને પ્રદેશના ખેડૂતોના ઘરમાં ખુશી લાવવાનું કામ કર્યું છે.

વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર વાત કરતા યોગીએ કહ્યું હતું કે પ્રસ્તાવ ભારે બહુમતીથી પડી જવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ૨૦૧૯માં પણ મોદીના નેતૃત્વમાં ફરી એકવાર ગરીબ કલ્યાણના હિતમાં કામ કરનાર સરકાર બનશે. તેમણે ઉમેર્યું હતું કે તેમની સરકાર ખેડૂતો, દલિતો અને મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં લઈને કામ કરી રહી છે.

Share This Article