વારાણસી ખાતે મોદીનુ ભવ્ય સ્વાગત : લોકો ઉમટી પડ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વારાણસી : લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી લીધા બાદ મોદીએ જનતાના આશિર્વાદ મેળવવાનો સિલસિલો જારી રાખ્યો છે. ગુજરાતમાં જનતાના આશિર્વાદ મેળવી લીધાના એક દિવસ બાદ આજે મોદી વારાણસી પહોંચી ગયા હતા. જ્યા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વારાણસીમાં પહોંચી ગયા બાદ આશરે સાત કિલોમીટરની યાત્રા કરીને બાબા વિશ્વનાથ અને કાશી મંદિરમાં દર્શન કરવા માટે પણ પહોંચીગયા હતા. કાશીના કોતવાલ કાલ ભેરવના દર્શન માટે પહોંચી ગયા હતા. મોદીના સ્વાગત માટે લોકો માર્ગની બંને બાજુએ દેખાયા હતા. મોદી મોદીના નારા પણ લગાવી રહ્યા હતા. પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી.

મોદી પર પુષ્ણવર્ષા માટે ૨૦ ક્વીન્ટલ ગુલાબની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોદી સવારે સાડા નવ વાગે વરાણસી પહોંચી ગયા બાદ તેમના જુદા જુદા કાર્યક્રમ શરૂ થયા હતા. મોદીની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ પ્રમુખ અમિત શાહ પણ હતા.દેશમાં સતત બીજી વખત જંગી બહુમતી મેળવી ભાજપની સરકાર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે સાંજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સાંજે અમદાવાદ શહેરના ખાનપુર ભાજપ કાર્યાલય પાસે જનસભા સંબોધન દરમ્યાન તેમણે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરની જનતાનો આભાર માન્યો હતો.

જા કે, સુરતના ગોઝારા આગકાંડને લઇ મોદી અને અમિત શાહના સ્વાગતથી માંડી ભાજપની ઐતિહાસિક જીતના વિજયોત્સવ અને ઉજવણીને એકદમ સાદગીપૂર્ણ અને સામાન્ય રખાઇ હતી. કોઇ આતશબાજી, અબીલ-ગુલાલની છોળો કે ઢોલ-નગારા કે ત્રાંસા, શંખનો અવાજ કે શોરબકોર કરવામાં આવ્યા ન હતા. બહુ શાંતિપૂર્ણ અને સાદગીપૂર્ણ વાતાવરણ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આમ કરી ભાજપે મૃતકોના મોતનો મલાજા જાળવવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી ખાદીના સફેદ કુર્તા-પાયજામાં વિશેષ ધ્યાન ખેંચતા હતા. એરપોર્ટથી ખાનપુર સુધીનો મોદીનો કાફલો સાદગીપૂર્ણ અને શાંત વાતાવરણ વચ્ચે જ પસાર થયો હતો, જે પણ નોંધનીય બની રહ્યું હતું. હવે તા.૩૦મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા મોદી માતાના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા હતા.

Share This Article