લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક અને રેકોર્ડ જીત મેળવ્યા બાદ મોદીએ ફરી એકવાર ધડાકા સાથે વાપસી કરી લીધી છે. ફીર એકબાર મોદી સરકાર, મોદી હે તો મુમકીન હે અને ચોકીદાર જેવા નારાની અસર સામાન્ય લોકોના દિલોદિમાગ પર રહી હતી. સામાન્ય તમામ મતદારોએ મોદીને ભરપુર પ્રેમ આપીને તેમને ફરી પ્રચંડ બહુમતિ સાથે કેન્દ્રમાં સત્તા સોંપી દીધી છે. મોદી સુનામી વચ્ચે વિરોધ પક્ષોના તમામ દાવપેચ ખોટા સાબિત થયા છે. ત
મામ દિગ્ગજા પણ મોદી લહેર વચ્ચે પરાજિત થઇ ગયા છે. જેમાં દિગ્વિજય સિંહ, રાજ બબ્બર, જ્યોતિરાદિત્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપના નવા ચહેરા પણ જીતી ગયા છે. મોદી લહેર આ વખતે સુનામીમાં ફેરવાઇ ગઇ હોવાની બાબત સાચી સાબિત થઇ રહી છે. કાણ કે ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૪ની જેમ જ દેખાવ કર્યો છે. પાર્ટીએ તેના મજબુત ગણાતા ગઢમાં વિરોધીઓને કોઇ તક આપી નથી. સાથે સાથે પોતાના ગઢ ઉપરાંત વિરોધીઓના ગઢમાં જારદાર રીતે એન્ટ્રી કરી લીધી છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધને આ વખતે ૩૪૯ સીટ જીતી લીધી છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનને કોઇ મોટી સફળતા મળી નથી. અલબત્ત તેની સીટો આંશિક વધી છે.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, માયાવતી, તેજસ્વી યાદવ અને મમતા બેનર્જીના તમામ દાવ અને સપના ચકનાચુર થઇ ગયા છે. તેમની મોદીને સત્તાથી દુર કરવાની યોજના સફળ સાબિત થઇ નથી. સામાન્ય લોકો તમામના નાટકને જાઇ રહ્યા હતા. પોતાની તકની રાહ જાઇ રહ્યા હતા. તક મળતાની સાથે જ કોંગ્રેસ સહિતના વિરોધીઓને બોધપાઠ ભણાવી દીધો છે. લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ એનડીએને કુલ ૩૪૯ સીટ મળી છે. જે પૈકી ભાજપને એકલા હાથે ૩૦૩ સીટો મળી હતી. મોદીએ ભાજપને એકલા હાથે ૩૦૦ સીટ અપાવી દીધી છે. જે સાબિત કરે છે કે બ્રાન્ડ મોદીની દેશમાં કેટલી બોલબાલા છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ આનાથી મુકી શકાય છે. યુપીએને ૮૨ સીટો મળી છે. યુપીમાં મહાગઠબંધનને લોકોને ફગાવી દઇને માત્ર ૧૫ સીટો આપી છે. અન્યોને ૯૬ સીટો મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.
ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના દિવસે મતદાન થયુ હતુ. સાતમા તબક્કામાં ૧૯મીમેના દિવસે મતદાન થયુ હતુ.મતદાનની પ્રક્રિયા લાંબી ચાલી હતી. આશરે દોઢ મહિના સુધી પ્રક્રિયા ચાલી રહી હતી. આ વખતે ભાજપને ઉત્તરપ્રદેશમાં વધારે નુકસાન થશે તેમ માનવામા ંઆવી રહ્યુ હતુ. જા કે કોઇ નુકસાન થયુ નથી. મોદી અને શાહના પ્લાનિંગની અસર હેઠળ મહાગઠબંધનની અસર દેખાઇ રહી નથી. નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે વિરોધીઓના વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સુપડા સાફ થઇ ગયા છે. મોટા ભાગના મોટા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર અને ઐતિહાસિક દેખાવ કરીને પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કરી લીધી છે. હવે મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે ત્યારે આગામી પાંચ વર્ષ માટે તેમની રણનિતી શુ રહેશે અને ક્યાં મુદ્દા પર ધ્યાન આપનાર છે તેને લઇને ગણતરી શરૂ થઇ ગઇ છે. દેશમાં નરેન્દ્ર મોદી આગામી પાંચ વર્ષ માટે ગૌરવશાળી ભવિષ્ય ની કથા લખવામાં વ્યસ્ત થઇ ગયા છે.જેની રૂપરેખા હવે જાહેર કરાશે.