બિહારમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં જાતિ ગણિત પર મોદી મેજિક ભારે પડી શકે છે. લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કેટલાક મુદ્દા પુર જારદાર રીતે ચર્ચા જોવા મળી રહી છે. આ વખતે બિહારમાં જાતિ ગણિત કરતા મોદી ફેક્ટર ખાસ રીતે અસર કરી શકે છે. એકબાજુ ગઠબંધનના પક્ષો વિભાજિત સ્થિતીમાં દેખાઇ રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ એક સાથે છે. સારણના ખેરા વિસ્તારમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર જ્યારે ભાજપના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂઢી માટે મત માંગે છે ત્યારે સૌથી પહેલા બાલાકોટ એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને કેટલીક વાત કરે છે. નીતિશ કુમાર પોતાના સંબોધનની શરૂઆતમાં કહે છે કે કઇ રીતે એર સ્ટ્રાઇકના કારણે દેશના લોકોનો નૈતિક જુસ્સો આસમાને પહોંચી ગયો છે.
આના કારણે દેશના લોકોનો મનોબળ આસમાને પહોંચી ગયો છે. પોતાની સરકારની સિદ્ધીઓની વાત કરતા પહેલા નીતિશ કુમાર મોદી સરકારની યોજનાઓની વાત કરતા નજરે પડે છે. જેમ કે ઉજ્જલા યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓની વાત કરે છે. નીતિશ કુમાર આ યોજનાઓની વાત કરતા કહે છે કે કઇ રીતે આ તમામ યોજનાઓનો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. ભાષણ આપતા નીતિશ કુમાર કહે છે કે ઇ રીતે ખેડુતોને પણ યોજનાઓના કારણે લાભ થઇ રહ્યા છે. નીતિશ કુમાર લોકોના મનની વાત સમજી લેવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. એક કિસાન ભારત રાય પણ રેલીમાં હાજરીમાં પહોંચ્યા હતા. ભારતને આશા છે કે યાદવના બિહારી લોકો આ વખતે મોદીની તરફણેમાં મતદાન કરી શકે છે. ભારતને આશા છે કે આ વખતે સારણમાંથી ચૂંટણી મેદાનમાં રહેલા રાજીવ પ્રતાપ રૂઢીને યાદવ સમુદાયના લોકો મત આપનાર છે.
આ લોકો મોદીની તરફેણમાં મતદાન કરવા માટે ઇચ્છુક છે. આરજેડી દ્વારા અહીંથી ચન્દ્રિકા રાયને મેદાનમાં ઉતારી દીધા છે. તેઓ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના સસરા છે. જે હાલના દિવસોમાં પાર્ટીની સામે બળવાના મુડમાં દેખાઇ રહ્યા છે. રેલીમાં હાજર રહેલા ભારત અને અન્ય કિસાન લોકો પણ માની રહ્યા છે કે જમીની સ્તર પર ભાજપના કાર્યકરો વોટરોની વચ્ચે જાતિ અને વર્ગથી ઉપર ઉઠીને આ માહોલ સર્જવામાં સફળ રહ્યા છે કે તેમને મોદી અને રાહુલ ગાંધી બે પૈકી એકની પસંદગી કરવાની છે. જેના કારણે તમામ સ્થાનિક મુદ્દાઓ બાજુમાં રહી ગયા છે. લોકસભાની ચૂંટણી તો આ વખતે રાષ્ટ્રવ્યાપી જનમત સગ્રહમાં ફેરવાઇ ગયા છે. ભાજપ માટે ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે.
જે ૧૭ સીટો પર પાર્ટી લડી રહી છે તે પૈકી હજુ સુધી પાંચ સીટ પર મતદાન થયુ છે. પાર્ટીને આશા છે કે મોદી ફેક્ટરના કારણે ટિકિટ વિતરણ વેળા તમામ સમુદાયના લોકો વચ્ચે મતભેદોને દુર કરવામાં સફળતા મળી હતી. છઠ્ઠી મેના દિવસે પાંચમા તબક્કામાં મતદાન યોજનાર છે. સારણ, મુજ્જફરપુર, મધુબાની સીટ પર ભારતીય જનતા પાર્ટી મેદાનમાં છે. સાથે સાથે હાજીપુર અને સીટામઢી સીટ પર મતદાન યોજાનાર છે જ્યાંથી એલજેપી અને જેડીયુના ઉમેદવાર મેદાનમાં છે. ભૂમિહાર અને બ્રાહ્યણ મતદારોને ભાજપના મત તરીકે ગણવામાં આવે છે. બંને સમુદાયના લોકો આ મતવિસ્તારમાં મોટા પ્રમાણમાં છે. રાજપુત અને યાદવસમુદાયના લોકો પણ જુદા જુદા મત પ્રવર્તી રહ્યા છે. રાજપુતને આ વખતે પાંચ સીટો મળી છે. જે સવર્ણ જાતિમાં સૌથી આગળ છે. યાદવને ત્રણ સીટો મળી છે. યાદવ અને રાજપુતને વધારે સીટ આપીને ભારતીય જનતા પાર્ટીએ તેમને આરજેડીથી દુર કરવાના પ્રયાસ કર્યા છે.
ભાજપની આ રણનિતી અસરકારક સાબિત થઇ શકે છે. ઓરંગાબાદ, નવાદા, જમુઇઅને ગયામાં પ્રથમ રાઉન્ડના મતદાન બાદ ભાજપની તરફેણમાં આ જાતિવાદ અસરકારક છે. મતદાનના એક દિવસ બાદ વપક્ષી મહાગઠબંધનના બે ભૂમિહાર નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. ભારતીય જનતા પાર્ટ તેની આક્રમક નીતિ હેઠળ કામ કરી રહી છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ આક્રમક પ્રચાર કરી રહ્યા છે. આવી સ્થિતીમાં મોદી ફેક્ટર જાતિ ગણિત પર ભારે પડી શકે છે. ભાજપ મજબુત સંગઠન પણ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોરદાર લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે. જેનો ફાયદો પણ તેને થઇ શકે છે.