ભારતે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરી દીધા બાદ પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનના લોકો તેમજ પાકિસ્તાની કટ્ટરપંથીઓ બેચેન દેખાઇ રહ્યા છે. આ તમામ તરફથી જુદી જુદી આડેધડ પ્રતિક્રિયા આવી રહી છે. આ પ્રતિક્રિયાઓના કારણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્થિતી વૈશ્વિક મંચ પર દિન પ્રતિદિન વધુને વધુ મજબુત બની રહી છે. ભારતે જ્યારથી કલમ ૩૭૦ની નાબુદી કરી છે ત્યારથી પાકિસ્તાન એક અજીબ પ્રકારની સ્થિતીમાં છે. પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદી અને તેમની સરકારની સરખામણી નાજીવાદ સાથે કરી છે અને કોઇ પણ પુરાવા વગર ભાવિ ખતરાની વાત કરીને પોતાની નબળાઇનુ પ્રદર્શન કર્યુ છે. પાકિસ્તાને કઠોર પ્રતિક્રિયાની શરૂઆત ભારતના રાજદુતને પરત મોકલીને કરી હતી. સાથે સાથે રાજકીય સંબંધોને પણ અપગ્રેડ કરી દીધા હતા. પાકિસ્તાને કહ્યુ છે કે જો ભારત કાશ્મીરના મુદ્દા પર પોતાના પગલાને પરત લે છે તો રાજકીય અને રાજદ્ધારી સંબંધોને ફરી સ્થાપિત કરવા માટે તૈયાર છે. જો કે આ બાબત તો ક્યારેય થવાની નથી. આના બદલે પાકિસ્તાનની આ પ્રકારની પ્રતિક્રિયાના કારણે મોદીની સ્થિતાને વધારે મજબુત કરવામાં પાકિસ્તાનની જ ભૂમિકા રહેશે. ભારતની સામે પાકિસ્તાનની ટિપ્પણી માત્ર ભારતીય નજમાનસને પડકાર ફેંકે છે. સાથે સાથે મોદી સરકારને માન્ય કરે છે.
બીજા શબ્દોમાં પાકિસ્તાન જ મોદીની કુશળતાને વધારે મજબુત પણ કરે છે. એવા લોકોને પણ મોદીની તરફેણ કરવાની ફરજ પાડે છે જે કાશ્મીરના મામલે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની તરફેણ કરતા નથી. આ મોટી રહસ્યમય બાબત છે કે ભારતીય બંધારની કલમમાં પાકિસ્તાન સાથે કોઇ લેવા દેવા નથી. ભારતે સાફ શબ્દોમાં કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં લેવામાં આવેલા પગલા તેના આંતરિક મામલા તરીકે છે જેથી પાકિસ્તાનની કોઇ વાત ચલાવી લેવાય તેમ નથી. રશિયા સહિતના દુનિયાના દેશો પણ ભારતની તરફેણ આ મામલે કરી ચુક્યા છે. પાકિસ્તાનના સદાબહાર મિત્ર ગણતા ચીને પણ આ મામલે હાથ ઉંચા કરી દીધા છે. અમેરિકાનો પણ સાથ મળી રહ્યો નથી.
કલમ ૩૭૦ની નાબુદ બાદ પાકિસ્તાન પરેશાન કેમ છે તે પ્રશ્ન સ્વાભાવિક રીતે ભારતીય કરે છે. કારણ કે દશકોથી અહીં હિજબુલ, લશ્કરે તોયબા અને અન્ય ત્રાસવાદી સંગઠન માટે ટચ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા હતા. ૯-૧૧ પહેલા પાકિસ્તાને તેમને સ્વતંત્રતા લડવૈયા તરીકે ગણાવ્યા હતા. પાકિસ્તાનની સમગ્ર નીતિ એવા લોકો પર આધારિત રહી છે જે ભારતથી અલગતા ઇચ્છે છે. અને આના માટે તેઓ મારવા અને મરવા માટે તૈયાર રહે છે. હવે પાકિસ્તાન કલમ ૩૭૦ની નાબુદી બાદ આની જાળમાં પોતે જ ફસાઇ રહ્યુ છે. આનો અર્થ એ થયો કે તે એવી શરતોને સ્વીકાર કરે છે કે જેના પર જમ્મુ કાશ્મીરે ભારતની સાથે મર્જ થવાની વાત સ્વીકારી હતી તે યોગ્ય છે. શુ પાકિસ્તાન પોતે ભારતીય બંધારણ માટે લડી રહ્યુ છે. પાકિસ્તાને એક વખતે તો હુમલો કરીને કેટલાક વિસ્તાર પર કબજા મેળવ્યો હતો. જેને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર તરીકે ગણવામાં આવે છે. આને પણ એજ બંધારણના ચશ્માથી જાવામાં આવે તે જરૂરી છે. પાકિસ્તાની સરકારનો આરોપ છે કે કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરીને ભાજપ સરકાર કાશ્મીરની વસ્તીને બદલી નાંખવા માટે ઇચ્છુક છે.
પરંતુ ભારતીય ઇતિહાસકારો પાકિસ્તાનને યાદ અપાવી રહ્યા છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં તે ધાર્મિક સરંચના સાથે ચેડા કરતુ રહ્યુ છે. ભારતની દલીલ છે કે ૧૯૭૦ના દશકમાં જુલ્ફીકાર અલી ભુટ્ટોએ કાશ્મીરને લઇેન નિયમો બદલી નાંખ્યા હતા. જેથી સુન્નીને શિયાના બહુમતીવાળા ક્ષેત્રોમાં ધકેલી શકાય. ત્યારબાદ ઝિયા ઉલહકે આક્રમક ઇસ્લામીકરણ કરવા માટે કામ કર્યુ હતુ. ગિલગિટમાં સાંપ્રદાયિક ઝેર ઘોળી દેવાનુ કામ એ ગાળામાં કરવામાં આવ્યુ હતુ. કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન હવે વૈશ્વિક મંચ પર અલગ છે. તેની વાતની કોઇ નોંધ લેવામાં આવી રહી નથી. રશિયા ભારતની સાથે છે. ચીન ભારતની સાથે નથી. ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ખરાબ થાય તેમ ઇચ્છે છે. કારણ કે વર્ષ ૨૦૨૦ની ચૂંટણીમાં ટ્મ્પ રહેલા છે. તેમને પાકિસ્તાનની જરૂરિયાત પણ દેખાઇ રહી છે. ભારતમાં મોદી સરકાર ચીન અને અમેરિકાની કોઇ પણ ચાલમાં આવ્યા વગર મજબુતીસાથે આગળ વધવા માટે તૈયાર છે. મોદી પહેલાથી જ કહી ચુક્યા છે કે ભારત હવે કોઇ સમસ્યાને પાળવા માટે તૈયાર નથી. સમસ્યાઓને ઉકેલવા માટેની દિશામાં સરકાર સતત સાહસ સાથે વધી રહી છે.