વિરોધ પક્ષોએ તેમની મહત્વકાંક્ષા બાજુએ મુકીને ભાજપને પછડાટ આપવાની રણનિતી સાથે મેદાનમાં ઉતરી જવાની રણનિતી તૈયાર કરી છે. આ રણનિતી અસરકારક સાબિત થઇ શકે છે. જો કે તેમની સામે સૌથી મોટી સમસ્યા એક લોકપ્રિય નેતાની અછત છે. દેશમાં જે રીતે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા રહી છે તેવા કોઇ નેતા વિરોધ પક્ષ પાસે નથી.કોંગ્રેસ સહિત કોઇ પણ રાજકીય પાર્ટી પાસે મોદીના કદના અને લોકપ્રિય નેતા નથી. સરકારની કામગીરી ભલે કેટલાક મોરચા પર સારી રહી ન હોય પરંતુ મોદી આજે દેશના તમામ લોકોની અંદર સૌથી લોકપ્રિય નેતા છે. તેમના પ્રત્યે લોકો હકારાત્મક વલણ ધરાવે છે.
જે વિરોધ પક્ષોની આશા અને તૈયારી પણ લોકસભા ચૂંટણીમાં પાણી ફેરવી શકે છે. કેટલાક સમયથી માત્ર ભાજપના નેતાઓ જ નહી બલ્કે એનડીએના તમામ નેતાઓ પણ એમ કહેતા નજરે પડી રહ્યા છે કે વિપક્ષનો એજન્ડા માત્ર એક પોઇન્ટ પર આધારિત છે અને તે છે મોદી હટાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદની અંદર અને બહાર એમ કહેતા નજરે પડ્યા છે કે વિપક્ષનો એકમાત્ર એજન્ડા છે અને તે મોદી હટાવોનો છે. હકીકત જે પણ હોય. છેલ્લા વર્ષના ગાળામાં સરકારની લોકપ્રિયતા જે કઇ પણ રહી હોય પરંતુ સામાન્ય લોકોની વચ્ચે મોદી આજે પણ સૌથી મોટા ફેક્ટર તરીકે બનેલા છે.
આ જ કારણ છઠે કે સત્તા પક્ષે વિરોધી પક્ષ પર એમ કહીને હુમલા કર્યા છે કે તેઓ માત્ર મોદીને હટાવવાના ઇરાદા સાથે ભેગા થયા છે. આના કારણે એકબાજુ મોદીના પ્રત્યે લોકોમાં સહાનુભુતિ થશે. બીજી બાજુ એવો સંદેશો પણ નિકળી રહ્યો છે કે મોદીને દુર કરવામાં આવ્યા બાદ વિપક્ષ કઇ પણ કરી શકવાની સ્થિતીમાં નથી.