નવીદિલ્હી : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સતત બીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પણ આશીર્વાદ લીધા હતા. પ્રણવ મુખર્જીએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પોતાના હાથથી મિઠાઇ ખવડાવી હતી. મુલાકાતના ફોટાઓ જારી કરતાટ્વિટર ઉપર મોદીએ લખ્યું છે કે, તેઓએ પ્રણવદાના આશીર્વાદ લીધા છે. પ્રણવદાની મુલાકાત હંમેશા અનુભવ વધારનાર હોય છે. તેમના જ્ઞાન અને સમજની બીજી કોઇપણ મિશાલ દેખાતી નથી. જવાબમાં પ્રણવદાએ ટ્વીટ કરીને કહ્યું છે કે બીજી ઇનિંગ્સ માટે તેઓ શુબેચ્છા પાઠવે છે. મોદી ગુરુવારના દિવસે વડાપ્રધાન તરીકે શપથ લેશે. જીત બાદ તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશીના આશીર્વાદ પણ લઇ ચુક્યા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદઘાટન કરશે, 50થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ ભાગ લેશે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 3 થી 5 એપ્રિલ, 2025 દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાનારા સ્ટાર્ટઅપ મહાકુંભની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ...
Read more