પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ભારતીય હવાઇ દળે જે રીતે હવાઇ હુમલા કર્યા તેના કારણે દેશના લોકો ગર્વ અનુભવ કરી રહ્યા છે. સેંકડો ત્રાસવાદીઓનો હવાઇ હુમલામાં ખાતમો કરી દેવામાં આવ્યો છે. આ દેશના જાણકાર લોકો કહી રહ્યા છે કે ખેતરોમાં ખેડુતો, સત્તામાં નરેન્દ્ર મોદી અને સરહદ પર જવાનો હવે એલર્ટ દેખાઇ રહ્યા છે. આ તમામ બાબતો સાથે ચાલી રહી છે. એકબાજુ દેશના દરેક જવાન હાલમાં સાવધાન થયેલા છે. ખેડુતો ખેતરોમાં અન્નના ભંડાર ભરી નાંખવા માટે કટિબદ્ધ દેખાઇ રહ્યા છે. ખેડુતો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.જ્યારે ત્રાસવાદીઓ સામે જવાનો જરદાર જંગ ખેલી રહ્યા છે. સ્વતંત્રતા બાદ હવે દેશની ગતિ જે રીતે આગળ વધી રહી છે તે જાતા કહી શકાય છે કે ભારત વિશ્વમાં સૌથી શÂક્તશાળી દેશ બનવાની દિશામાં છે. છેલ્લા ૫૦ વર્ષથી ભારતમાં અલગતાવાદી, ઉગ્રવાદ અને ત્રાસવાદની સ્થિતી બનેલી હતી. જા કે હવે આ સ્થિતી દુર થઇ રહી છે.
વિકાસની સાથે ભારત રોકેટ ગતિથી આગળ વધતા હવે ભારતની નોંધ દુનિયાના દેશો લઇ રહ્યા છે. વિશ્વમાં ભારતનો ડંકો જાઇ શકાય છે. આજે આધુનિક ટેકનિકલ શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં સતત પ્રગતિ થઇ રહી છે. આધુનિક કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાકના ઉત્પાદનને વધારી દેવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. પેદાશોની નિકાસ મોટા પાયે થઇ રહી છે. આજે ગ્રામીણ વિસ્તારમાં જ ભણેલા યુવાનોને ગામમાં જ રોજગારની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમાં સફળતા પણ મળી રહી છે. આજે વિકાસના મામલે ભારત સૌથી આગળ દેખાય છે. જેના કારણ કેટલાક છે. સ્થિર રાજનીતિ પણ આના માટે એક કારણ છે. આજે ત્રાસવાદને યોગ્ય જવાબ આપવા માટે સરકાર સજ્જ દેખાઇ રહી છે. આજના ચિત્રમાં ત્રાસવાદની ભૂમિકા તરફ યુવાનો ધ્યાન આપી રહ્યા નથી. યુવાનો વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે.
આજે અલગતાવાદી રસ્તા પર જઇ રહેલા યુવાનોની સંખ્યા નહીંવત જેવી થઇ ગઇ છે. જ્યારે વિકાસના રસ્તાને મજબુતી સાથે પકડી લેનાર યુવાનોની સંખ્યા રોકેટ ગતિથી વધી રહી છે. અહીંથી જ ત્રાસવાદને ડામી દેવામાં ભારતને સફળતા મળી છે. ત્રાસવાદનો નિકાલ એવી જ રીતે લાવી શકાય છે. આના માટે તમામ લોકો સાથે રહે તે જરૂરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જે પ્રકારની સ્થિતી છે તે જાતા દેશના લોકો એક મત રહે તે સમય આવી ગયો છે. રાજનીતિ પોતાની જગ્યાએ રહે પરંતુ દેશ હિત સર્વોપરિ રહે તે જરૂરી છે. સત્તા ભલે બદલાતી રહે પરંતુ વિકાસની ગતિ આ જ રીતે આગળ વધે તે જરૂરી છે. ત્રાસવાદી હુમલા કરીને દેશને અસ્થિર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વર્ષોથી કરતા રહ્યા છે પરંતુ આજે દેશ શÂક્તશાળી છે અને તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. આજે દેશની સરહદ પર જવાનો સંપૂર્ણ એલર્ટ છે. ખેતરોમાં અન્ન ઉત્પાદન માટે ખેડુતો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. અમે વિકાસની તરફ આગેકુચ કરવા માટ સંકલ્પ ઇએ તે સમયની માંગ છે.
આજે દેશના જવાનો કેટલા એલર્ટ છે તે આ બાબતથી નક્કી થઇ જાય છે કે ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ભીષણ હવાઇ હુમલા કર્યા બાદ આગળા દિવસે પાકિસ્તાનના યુદ્ધ વિમાનોએ ભારતમાં ઘુસીને સેન્ય સ્થળ પર હુમલાના પ્રયાસ કર્યા હતા. જા કે તેને સફળતા મળી ન હતી. પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને ફુંકી મારવામાં આવ્યુ હતુ. પાકિસ્તાનના મોટા હુમલાને નિષ્ફળ કરી દેવાયુ હતુ. બીજી બાજુ સત્તામાં મોદી કેટલા એલર્ટ છે તે આ બાબતથી સાબિત થઇ જાય છે કે પાકિસ્તાન જેવા દેશને અમારા વિંગ કમાન્ડર અભિનંદનને માત્ર ૬૦ કલાકના ગાળામાં જ છોડી દેવાની ફરજ પડી છે. વૈશ્વિક સમુદાયમાં પાકિસ્તાનની પ્રતિષ્ઠાને મરણતોળ ફટકો પડ્યો છે. મુસ્લિમ સંગઠન પણ આજે ભારતની સાથે છે. જે પાકિસ્તાનની નબળાઇને દર્શાવે છે અને મોદી સરકારના એલર્ટના પુરાવા આપે છે. આજે દેશ આત્મવિશ્વાસથી ભરપુર નજરે પડે છે.