ચૂંટણી માહોલમાં હાલના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકપછી એક રેલી કરી રહ્યા છે. મોદી દરરોજ સરેરાશ ત્રણ રેલી કરી રહ્યા છે. તેમના ઝંઝાવતી કાર્યક્રમોનો દોર જારી રહ્યો છે. ૨૫મી ડિસેમ્બર બાદ ૧૨૫ દિવસના ગાળા જ મોદી ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૨૦૦ કાર્યક્રમ કરી ચુક્યા છે. મોદીની સત્તાવાર વેબસાઇટ મારફતે આ માહિતી મળી શકી છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આ તમામ ચૂંટણી કાર્યક્રમ રહ્યા છે. મોદીની વેબસાઇટ પર રહેલા નિવેદન મુજબ મોદી એકલા દિલ્હીમાં જ ૩૦ કાર્યક્રમ કરી ચુક્યા છે. આ વર્ષની શરૂઆત બાદથી હજુ સુધી ૧૪ કેબિનેટ બેઠક કરી ચુક્યા છે.
આ નંબર પોતાની રીતે કેટલીક બાબતો રજૂ કરે છે. આમાં મોદીની કામ કરવાની ક્ષમતા અને મલ્ટી ટાસ્કિંગ ક્ષમતાને લઇને પણ માહિતી મળે છે. મોદીના વ્યસ્ત કાર્યક્રમનો અંદાજ એના પરથી જ લગાવી શકાય છે ફેબ્રુઆરી મહિનામાં મોદી જમ્મુ કાશ્મીર અને કાશ્મીરમાં ગયા હતા. જ્યાં એક જ દિવસમાં રાજ્યના ત્રણ ક્ષેત્રો લડાક, જમ્મુ અને ખીણનો સમાવેશ થાય છે. જાન્યુઆરી ૨૦૧૯ બાદ મોદી આસામ, અરૂણાચલ અને ત્રિપુરા પણ કેટલીક વખત ગયા છે. આ પ્રવાસ આચારસંહિતા લાગુ કરવામા ંઆવે તે પહેલાના હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં કુભં મેળામાં પહોંચનાર મોદી પ્રથમ વડાપ્રધાન હતા. છેલ્લા ૧૫૦ દિવસમાં જ મોદી પાંચ વખત પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચી ગયા છે. ચોથી માર્ચે અમેઠીમાં પણ ગયા હતા.