સ્કુલી વિદ્યાર્થીઓની સાથે મોદીએ વિસ્તૃત ચર્ચા કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્કુલી વિદ્યાર્થીઓ સાથે વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ વિવિધ વિષય પર સલાહ આપી હતી. મોદીએ ટાઇમ મેનેજમેન્ટના મામલે બાળકોને સલાહ આપી હતી. ગયા સપ્તાહનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવ્યો છે તે અંગે વિચારણા કરવા માટે પણ કહ્યુ હતુ. મોદીએ ટેકનોલોજી અંગે વાત કરતા કહ્યુ હતુ કે જો ટેકનોલોજી અમને સંકુચિંત બનાવે છે તો અમારી વિચારધારા પણ સંકુચિત થઇ જાય છે. આના કારણે અમને નુકસાન થાય છે. આનો ઉપયોગ વિસ્તાર માટે કરવામાં આવે તે જરૂરી છે.

ટીચર્સ દ્વારા પણ આ વિષય પર ચર્ચા કરવામાં આવે તે જરૂરી છે. ગેમ રમવાના સવાલ પર મોદીએકહ્યુ હતુ કે બાળકો ટેકનોલોજીથી દુર રહે તેમ અમે ઇચ્છશુ તો બાળકો પોતાની લાઇફમાં પણ પાછળ જતા રહેશે. તેમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જા કે નવી ટેકનોલોજીનો બાળકો શુ ઉપયોગ કરી રહ્યા છે તેના પર ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. મોદીએ વાલીઓને સલાહ આપી હતી કે બાળકો જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધી તેમની ગતિવિધી પર નજર રાખવામાં આવે તે જરૂરી છે. વડાપ્રધાને કહ્યુ હત કે કેટલાક માતાપિતા સોસાયટીમાં બાળકોના રિપોર્ટ કાર્ડને પોતાના વિજિટિંગ કાર્ડ બનાવી લે છે. મોદીના કહેવા મુજબ દરેક ક્ષણે કસોટી જરૂરી છે. આના કારણે અમને પોતાના નિરીક્ષણ કરવાની તક મળે છે. અમને તાકાત મળે છે. આમારી કુશળતા આના કારણે સામે આવી છે.

Share This Article