કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે શનિવારે સંકેત આપ્યો હતો કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જાે પુનઃસ્થાપિત કરવા પર વિચાર કરી શકે છે. ૧૪મા નાણાપંચની ભલામણો અનુસાર કેન્દ્ર દ્વારા રાજ્યોને ભંડોળના વિતરણ વિશે માહિતી આપતી વખતે સીતારમણે આ સંકેત આપ્યો હતો. અહીં કેન્દ્ર-રાજ્ય સંબંધો પર પ્રવચન આપતાં, સીતારામને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪-૧૫માં ૧૪મા નાણાં પંચની ભલામણને સ્વીકારી હતી કે રાજ્યોએ તમામ ટેક્સના ૪૨ ટકા ચૂકવવા જોઈએ. નાણામંત્રીએ કહ્યું, ‘તે નાણાં પંચે કહ્યું હતું કે હવે તમે તેને વધારીને ૪૨ ટકા કરો. એટલે કે કેન્દ્રના હાથમાં પૈસા ઓછા હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાપંચની ભલામણને બિલકુલ ખચકાટ વિના સ્વીકારી લીધી અને તેથી જ આજે રાજ્યોને ૪૨ ટકા ભંડોળ મળે છે.
જમ્મુ-કાશ્મીરને ૪૧ ટકા પૈસા મળે છે કારણ કે તે રાજ્ય નથી. સંભવતઃ ટૂંક સમયમાં તેનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૫ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દીધી હતી. જે બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનોદરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે યોગ્ય સમયે રાજ્યને ચોક્કસપણે જમ્મુ-કાશ્મીરનો દરજ્જો આપવામાં આવશે. હાલમાં નાણા મંત્ર્રીનિમલા સીતારમણનિવેદન બાદ અટકળોનો ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અંગે કેન્દ્ર સરકાર શું વિચારે છે.