મોદી સરકાર તેના ચાર વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. 2019ની ચૂંટણી માટે જોરશોરથી ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોદી સરકાર એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. આ નિર્ણય બેન્કિંગ સેક્ટરની સ્થિતિને સુધારવા માટેનો છે. સરકાર એક મેગા મર્જરના પ્લાન પર કામ કરી રહી છે. મોદી સરકાર 4 બેંકને મર્જ કરીને એક મોટી બેંક બનાવવાનો નિર્ણય કરી શકે છે. જો આ થયું તો આ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ બીજી સૌથી મોટી બેંક બની જશે.
આઇ.ડી.બી.આઇ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, સેંટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા આ ચાર બેંકને બંધ કરીને ચારેય બેંકને મર્જ કર્યા બાદ એક જ બેંક બનાવવાનો નિર્ણય મોદી સરકાર લઇ શકે છે. આ નવી બેંક પાસે 16.58 લાખ કરોડ રૂપિયાની એસેટ હશે. તમને જણાવી દઇએ કે આ ચોરેય બેંકને વર્ષ 2018માં 21664 હજાર કરોડ રૂપિયાની ખોટ ગઇ છે. તેના લીધે સરકાર આ ચોરેય બેંકને મર્જ કરીને એક બેંક બનાવવાનો વિચાર કરી રહી છે. આમ કરવાથી નબળી બેંકને પણ ફાયદો થશે.
આ મેગા મર્જરથી ઘણો જ ફાયદો થશે. કથળી ગયેલી સરકારી બેંકની હાલતમાં સુધારો થશે. સાથે જ નબળી બેંકને એસેટ વેચવામાં મદદ રહેશે. ખોટમાં ચાલતી બેંકની બ્રાંચને બંધ કરવામાં સરળતા રહેશે.